________________
| ૧s |
શ્રી ભગવતી સૂત્ર-૪
અવાહ:- બાધા રહિત સ્વાભાવિક અંતર. કોઈપણ પર્વત, ટેકરી આદિના વ્યવધાન સહિતનું અંતર બાધક અંતર(વ્યાઘાત યુક્ત અંતર) કહેવાય છે. તેવા પ્રકારની બાધા વિના સ્વાભાવિક રીતે બે પદાર્થો વચ્ચે જે દૂરી હોય તે બાધા રહિત, વ્યવધાન રહિતનું સ્વાભાવિક અંતર કહેવાય છે. ઈષપ્રાશ્મારા પૃથ્વી અને અલોકવચ્ચેનું અંતરઃ- સૂત્રોમાં શાશ્વત સ્થળોના માપનું કથન પ્રમાણાંગુલથી (ભરત ચક્રવર્તીના અંગુલ પ્રમાણથી) થયેલું છે. પરંતુ અહીં સિદ્ધશિલાથી અલોકનું જે દેશોન યોજનનું અંતર કહ્યું છે, તે ઉત્સધ અંગુલથી સમજવું જોઈએ. કારણ કે તે એક યોજનના અંતિમ ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના કહી છે. જે ૩૩૩ ધનુષ અને ૩ર અંગુલ પ્રમાણ છે. જીવોની અવગાહના ઉત્સધાંગુલથી મપાય છે, તેમ આગમ-વચન છે. માટે તે યોજન પણ ઉત્સધાંગુલથી જ છે, તેમ સ્પષ્ટ થાય છે. શાલ આદિ વૃક્ષોની ભાવિ ભવપ્રરૂપણા:१२ एस णं भंते !सालरुक्खे उपहाभिहए तण्हाभिहए दवग्गिजालाभिहए कालमासे कालं किच्चा कहिंगच्छिहिइ, कहिं उववज्जिहिइ ?
गोयमा ! इहेव रायगिहे णयरे सालरुक्खत्ताए पच्चायाहिइ, सेणंतत्थ अच्चिय वंदियपूइयसक्कारियसम्माणिए दिव्वेसच्चेसच्चोवाए सण्णिहियपाडिहेरे, लाउल्लोइय महिए यावि भविस्सइ।
सेणं भंते ! तओहिंतो अणंतरं उव्वट्टित्ता कहिं गमिहिइ, कहिं उववज्जिहिइ? गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ जाव अंतं काहिइ। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! સૂર્યની ગરમીથી પીડિત, તુષાથી વ્યાકુળ, દાવાનળની જ્વાળાથી જ્વલિત, આ(દશ્યમાન) શાલ વૃક્ષનો જીવ કાલના સમયે કાલધર્મને પામીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! આ રાજગૃહ નગરમાં ફરી શાલવૃક્ષ પણે ઉત્પન્ન થશે. ત્યાં તે અર્ચિત, વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત અને દિવ્યદૈવી ગુણોથી યુક્ત) થશે. તથા તે સત્યરૂપ, સત્યાવપાત છે એટલે તેની સેવા સફળ થશે, સન્નિહિત પ્રાતિહાર્ય-પૂર્વભવ સંબંધી દેવો તેની સમીપમાં રહેશે. તેનો ચબૂતરો ગોબર,માટી આદિથી લીંપાશે અને જળથી સિંચિત થશે અને તે વૃક્ષ પૂજનીય થશે.
પ્રશ્ન- હે ભગવન્! તે શાલવૃક્ષનો જીવ ત્યાંથી મરીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે? ઉત્તરહે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે, યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. १३ एसणंभंते !साललट्ठिया उण्हाभिहयातण्हाभिहयादवग्गिजालाभिहयाकालमासे काल किच्चा कहिंगच्छिहिइ, कहिं उववज्जिहिइ?
गोयमा ! इहेव जंबुद्दीवे दीवे भारहे वासे विंझगिरिपायमूले महेसरिए णयरीए सामलिरुक्खत्ताए पच्चायाहिइ, साणंतत्थ अच्चियवंदियपूइय जावलाउल्लोइयमहिए यावि भविस्सइ।
सेणंभते!तओहिंतोअणंतरंउव्वट्टित्ताकहिंगच्छिहिइ,कहिंउववज्जिहिइ?गोयमा!