________________
શતક્ર–૧૪: ઉદ્દેશક-૮
[ ૧૫ |
गोयमा ! असंखेज्जाइंजोयणसहस्साइं अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! સૌધર્મ-ઈશાન દેવલોક અને સનતકુમાર-માણેન્દ્ર દેવલોક વચ્ચે સ્વાભાવિક અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્ય હજાર યોજનનું સ્વાભાવિક અંતર છે.
७ सणंकुमारमाहिंदाणं भंते ! बंभलोगस्स कप्पस्स य केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! एवं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સનસ્કુમાર-માણેન્દ્ર દેવલોક અને બ્રહ્મલોક કલ્પ વચ્ચે સ્વાભાવિક અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! તે જ રીતે અસંખ્ય હજાર યોજન પ્રમાણ જાણવું જોઈએ. |८ बंभलोगस्स णं भंते !लंतगस्स य कप्पस्स केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! एवं चेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બ્રહ્મલોક અને લાત્તક કલ્પ વચ્ચે સ્વાભાવિક અંતર કેટલું છે? ઉત્તરહે ગૌતમ ! તે જ રીતે અસંખ્ય હજાર યોજન પ્રમાણ જાણવું જોઈએ. | ९ लंतयस्स णं भंते ! महासुक्कस्स य कप्पस्स केवइयं अबाहाए अंतरे पण्णत्ते?
गोयमा ! एवंचेव । एवंमहासुक्कस्स कप्पस्ससहस्सारस्सय। एवंसहस्सारस्स आणयपाणयकप्पाणं । एवं आणयपाणयाण य कप्पाणं आरणच्चुयाणं कप्पाणं । एवं आरणच्चुयाणगेविज्जविमाणाण य। एवंगेविज्जविमाणाण अणुत्तरविमाणाण य। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! લાત્તક અને મહાશુક્ર કલ્પ વચ્ચે સ્વાભાવિક અંતર કેટલું છે?
ઉત્તર- હે ગૌતમ! ઉપર પ્રમાણે જાણવું. તે જ રીતે મહાશુક્રથી સહસાર કલ્પનું, સહસાર કલ્પથી આણત-પ્રાણત કલ્પોનું, આણત-પ્રાણત કલ્પથી આરણ-અર્ચ્યુત કલ્પોનું, આરણ-અમ્રુત કલ્પથી રૈવેયક વિમાનોનું અને રૈવેયક વિમાનોથી અનુત્તર વિમાનોનું સ્વાભાવિક અંતર પણ ઉપર પ્રમાણે જાણવું જોઈએ.
१० अणुत्तरविमाणाणं भंते ! ईसिंपब्भाराए य पुढवीए केवइए अबाहाए अंतरे पण्णत्ते? गोयमा !दुवालसजोयणे अबाहाए अंतरे पण्णत्ते। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અનુત્તર વિમાનો અને ઈષત્નાભારા પૃથ્વી વચ્ચે સ્વાભાવિક અંતર કેટલું છે ? ઉત્તર-હે ગૌતમ! બાર યોજનનું સ્વાભાવિક અંતર છે. ११ ईसिंपब्भाराए णं भंते ! पुढवीए अलोगस्स य केवइए अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! देसूर्ण जोयण अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઈશ્વત્થામ્ભારા પૃથ્વી અને અલોક વચ્ચે સ્વાભાવિક અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! દેશોન(કંઈક ન્યૂન) એક યોજનનું સ્વાભાવિક અંતર છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નરક પૃથ્વી, દેવલોક, સિદ્ધશિલા અને અલોક વચ્ચે અંતર સમજાવ્યું છે.