________________
[૧૨]
શ્રી ભગવતી સૂત્ર-૪
|१२ अत्थिणं भंते ! अणुत्तरोववाइया देवा, अणुत्तरोववाइया देवा? हंता अस्थि ।
सेकेणतुणं भंते ! एवं वुच्चइ- अणुत्तरोववाइया देवा?
गोयमा !अणुत्तरोववाइयाणं देवाणं अणुत्तरा सदा जावअणुत्तरा फासा,सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ- जावअणुत्तरोववाइया देवा, अणुत्तरोववाइयदेवा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! “અનુત્તરોપપાતિક' દેવો છે? ઉત્તર-હા ગૌતમ ! છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે “અનુત્તરોપપાતિક” દેવ કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ! અનુત્તરોપપાતિક દેવોને લોકમાં સર્વોત્તમ શબ્દ યાવત સર્વોત્તમ સ્પર્શ પ્રાપ્ત છે. તેથી હે ગૌતમ! તે અનુત્તરોપપાતિક દેવ કહેવાય છે. १३ अणुत्तरोववाइयाणंभंते ! देवाणं केवइएणं कम्मावसेसेणं अणुत्तरोववाइय देवत्ताए ૩વવા ?
गोयमा !जावइयंछट्ठभत्तिए समणे णिग्गथेकम्मणिज्जरेइ, एवइएणं कम्मावसेसेणं अणुत्तरोववाइया देवा देवत्ताए उववण्णा ॥ सेवभंते !सेवं भते !॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેટલા કર્મો શેષ રહે ત્યારે તે જીવ, અનુત્તરોપપાતિક દેવપણે ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! શ્રમણ નિગ્રંથ, એક છઠ(બે ઉપવાસ) દ્વારા જેટલા કર્મોની નિર્જરા કરે, તેટલા કર્મો શેષ રહી જાય તો તે અનુત્તરોપપાતિક દેવપણે ઉત્પન્ન થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચે અનુતરવાસી દેવોની કર્મસ્થિતિનું નિરૂપણ છે. તવત્તન- સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો ‘લવસત્તમ' દેવો કહેવાય છે. તેઓનું ૩૩ સાગરોપમનું આયુષ્ય હોય છે અને એક મનુષ્ય ભવ કરી મોક્ષે જાય છે. તેઓ પૂર્વના મનુષ્ય ભવમાં ઘણા કર્મોનો તો ક્ષય કરે છે. પરંતુ સાત લવ જેટલું આયુષ્ય અલ્પ રહેવાથી અને ૩૩ સાગરોપમમાં ભોગવી શકાય તેટલા શુભ કર્માશોનો ક્ષય ન થવાથી તેમજ તેટલો સંસારકાલ બાકી હોવાથી તે જીવો સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે.
અનુત્તરોપપાતિક શબ્દ સામાન્ય રૂપે પાંચે અનુત્તર વિમાનવાસી દેવોનો સૂચક છે. પરંતુ પ્રથમ સૂત્રમાં લવસત્તમ- સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવોનું કથન થઈ ગયું હોવાથી આ તૃતીય સૂત્રગત અનુત્તરોપપાતિક શબ્દથી ચાર અનુત્તરવિમાનવાસી દેવોનું કથન છે તેમ સમજવું. તે દેવોનું ૩૧ થી ૩૩ સાગરોપમનું આયુષ્ય છે અને ઉત્કૃષ્ટ ૧૩ ભવ કરી મોક્ષે જાય છે. તેઓ બે દિવસનું આયુષ્ય ઓછું રહેવાથી, એક છટ્ટ દ્વારા ક્ષયકરી શકાય અને ૩૧ થી ૩૩ સાગરોપમમાં ભોગવી શકાય તેટલા શુભ કર્માશોનો ક્ષય ન થવાથી અને તેટલો સંસારકાળ બાકી હોવાથી ચાર અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે અને ૩૩ સાગરથી વધારે સંસાર કાલ બાકી હોય તો તે મનુષ્ય અને વૈમાનિક દેવના ૧૩ ભવ કરી શકે છે.
છે શતક ૧૪/૭ સંપૂર્ણ છે