________________
શતક–૧૪: ઉદ્દેશક-૮
[ ૧૭ ]
શતક-૧૪: ઉદ્દેશક-૮ જેજે સંક્ષિપ્ત સાર
જ
આ ઉદ્દેશકમાં નરક પૃથ્વી અને દેવલોક આદિનું પરસ્પર અંતર, શાલવૃક્ષ આદિના ભવો, અવ્યાબાધ દેવ, શક્રેન્દ્રની વૈક્રિયશક્તિ અને શૃંભક દેવોની કાર્યક્ષમતા વગેરે વિષયોનું પ્રતિપાદન છે. * સાતે નરક પૃથ્વીનું પરસ્પર અંતર અસંખ્ય હજાર યોજનાનું છે. રત્નપ્રભા પૃથ્વીથી જ્યોતિષી દેવનું અંતર ૭૯૦ યોજન છે. સૌધર્મ આદિ દેવલોકનું પરસ્પર અંતર અસંખ્ય હજાર યોજનાનું છે. અનુત્તર વિમાનથી સિદ્ધશિલાનું અંતર બાર યોજન, સિદ્ધશિલાથી અલોકનું અંતર ઉત્સધાંગુલથી એક યોજન છે. * રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીર અને ગૌતમસ્વામીએ પોતાની સામે રહેલા ચાલવૃક્ષ, શાલવૃક્ષની શાખા, ઉંબરવૃક્ષની શાખાના મુખ્ય જીવના ભવિષ્યની ભવપરંપરા વિષે પ્રશ્ન પૂછ્યા છે.
શાલવૃક્ષનો જીવ મરીને, પુનઃ શાલવૃક્ષ રૂપે જ જન્મ ધારણ કરશે. તે જ રીતે શાલવૃક્ષની શાખાનો મુખ્ય જીવ પણ મરીને અન્ય શાલવૃક્ષ રૂપે ઉત્પન્ન થશે અને ઉંબરવૃક્ષની શાખાનો મુખ્ય જીવ પાટલી વૃક્ષ રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, મનુષ્ય જન્મ ધારણ કરીને મોક્ષે જશે. * અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યો અદત્ત ગ્રહણ ન કરવાની પ્રતિજ્ઞાને અખંડટકાવીને, સંથારાપૂર્વક કાલધર્મ પામી આરાધક થયા. અંબડ પરિવ્રાજક પણ વૈક્રિયલબ્ધિનાધારક હતા. વૈક્રિયલબ્ધિથી તે પ્રતિદિન સો ઘરમાં ભોજન કરવા જતા. તે પણ આરાધક થઈને પાંચમાદેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાઋદ્ધિવાન દઢપ્રતિજ્ઞકુમાર રૂપે જન્મ ધારણ કરીને મોક્ષે જશે. * જે દેવ વૈક્રિય શક્તિથી કોઈ પુરુષની આંખની પાંપણ પર બત્રીસ નાટક બતાવીને જાય, તેમ છતાં તે પુરુષને અંશ માત્ર પણ પીડા પહોંચાડતા નથી, તે દેવને અવ્યાબાધ દેવ કહે છે. નવ લોકાંતિક દેવોમાં સાતમાં લોકાંતિક અવ્યાબાધ દેવ છે. * શક્રેન્દ્ર પોતાની વૈક્રિય શક્તિથી કોઈ પુરુષના મસ્તકને છેદી, ભેદીને કમંડળમાં નાંખી, ફરી તે મસ્તકના અવયવોને એકત્રિત કરીને મસ્તક બનાવે છે. આ સર્વ પ્રક્રિયા એટલી સૂક્ષ્મતાથી અને શીઘ્રતાથી કરે છે કે તે પુરુષને અંશ માત્ર પીડા થતી નથી. દેવોની વૈક્રિય શક્તિ અચિંત્ય હોય છે. * સ્વેચ્છાચારી, નિરંતર કામક્રીડામાં લીન વ્યતર જાતિના દેવને ભકદેવ કહે છે. તે તિરછાલોકમાં દીર્ઘ વૈતાઢય પર્વતો પર, કાંચન પર્વતો પર, ચિત્ર-વિચિત્ર પર્વતો પર અને યમક નામના પર્વતો પર રહે છે. તેમની સ્થિતિ એક પલ્યોપમની છે.
આ રીતે આ ઉદ્દેશકમાં વિવિધ પ્રકારની દૈવિક શક્તિનું પ્રતિપાદન થયું છે.