________________
શતક–૧૪: ઉદ્દેશક-૭
[ ૧૬૧]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભક્ત પ્રત્યાખ્યાન (અનશન) કરનાર સાધકના આગામી ભવના આહારની આસક્તિ-અનાસક્તિનું કથન છે. અહીં પ્રસંગને અનુરૂપ આસક્તિ આદિ શબ્દોના અર્થ– શીધ્રગ્રહણ અને મંદગ્રહણ કરવામાં આવે છે.
જેમ કોઈ સાધક ઉપવાસ, બે ઉપવાસ, ત્રણ ઉપવાસ કરે અને પારણાના સમયે પ્રથમ જે આહાર કરે તે આહારનું શીધ્ર પાચન થઈ જાય છે, શરીરને તે તત્ત્વોની અતિ આવશ્યકતા હોવાથી આહારના તે પગલોનું શીધ્ર પરિણમન થઈ જાય છે. તેમજ સંથારામાં આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં ઉત્પન્ન થનાર તે જીવ પૂર્વની અનાહારકતાના કારણે પ્રારંભમાં આસક્તિ અને ગૃદ્ધિપૂર્વક આહાર ગ્રહણ કરે છે, ત્યાર પછી તે આસક્તિ રહિત થઈને આહાર કરે છે અર્થાત્ પહેલાં બહુ ઝડપથી આહારના પુગલોને ગ્રહણ કરે છે અને પરિણાવે છે. ત્યાર પછી ધીરે-ધીરે આહાર ગ્રહણની પ્રક્રિયા મંદ થઈ જાય છે. આ રીતે આ સૂત્રમાં આસક્તિ, મૂચ્છ, ગૃદ્ધિ વગેરે શબ્દો તીવ્ર-શીધ્ર ગ્રહણ અર્થમાં અને આસક્તિ રહિત વગેરે શબ્દો મંદ ગ્રહણ અર્થમાં પ્રયુક્ત કરવામાં આવ્યા છે. લવ સપ્તમ દેવ - ११ अत्थि णं भंते !लवसत्तमा देवा,लवसत्तमा देवा? हंता अस्थि ।
सेकेणटेणं भते ! एवं वुच्चइ-लवसत्तमा देवा, लवसत्तमा देवा?
गोयमा ! से जहाणामए केइ पुरिसे तरुणे जावणिउणसिप्पोवगए सालीण वा वीहीण वागोधूमाण वाजवाणवा जवजवाणवा पक्काणं,परियाताणंहरियाणंहरियकंडाणं तिक्खेणं णवपज्जणएणं असिअएणं पडिसाहरिया पडिसाहरिया पडिसंखिविया पडिसखिविया जावइणामेव इणामेव त्ति कटुसत्त लवएलुएज्जा,जइणंगोयमा !तेसिं देवाणं एवइयं कालं आउए पहुप्पए तो णं ते देवा तेणं चेव भवग्गहणेणं सिझंता जाव अंतं करता, सेतेणटेणं जावलवसत्तमा देवा, लवसत्तमा देवा । શબ્દાર્થ -પદુર = અધિક પ્રાપ્ત થાય, ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ‘લવસપ્તમ' દેવ શું લવસપ્તમ દેવ કહેવાય છે? ઉત્તર- હા ગૌતમ! કહેવાય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે લવસપ્તમ દેવને “લવસપ્તમ દેવ કહે છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે કોઈ યુવક પુરુષ જે શિલ્પકલાના જ્ઞાતા હોય, નિપુણ હોય, તે લણવા યોગ્ય, પીળા પડી ગયેલા અને પીળી ડાંડીવાળા શાલી, વ્રીહી, ઘઉં, જવ અને જુવારને હાથેથી ભેગા કરીને, મુઠ્ઠીમાં પકડીને, તાજી જ સજાવેલી તીક્ષ્ણ ધારવાળા દાંતરડાથી શીઘ્ર લણો-લણો આ પ્રમાણે બોલતા સાત મઠ્ઠી જેટલા ધાન્યને જેટલા સમયમાં કાપે છે, તેટલા સમયને સાત લવ કહે છે. હે ગૌતમ ! જો તે દેવોનું આટલું-સાત લાવોને લણવા જેટલા સમયનું પૂર્વભવનું આયુષ્ય અધિક હોત તો તે તે જ ભવમાં સિદ્ધ થઈ જાત યાવત સર્વ દુઃખોનો અંત કરી દેત. હે ગૌતમ! તેથી તે દેવો ‘લવસપ્તમ’ કહેવાય છે.