________________
| ૧૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
(૨) ક્ષેત્ર તુલ્ય-એક પ્રદેશાવગાઢત્વ આદિ ક્ષેત્રની અપેક્ષાએ તુલ્યતા હોય, તેને ક્ષેત્ર તુલ્ય કહે છે. (૩) કાલ તુલ્ય સમય, આવલિકા આદિ કાલની અપેક્ષાએ તુલ્યતા હોય, તેને કાલતુલ્ય કહે છે. (૪) ભવતુલ્યનરક, તિર્યચ, મનુષ્ય અને દેવ આદિ ભવની અપેક્ષાએ તુલ્યતા હોય, તેને ભવતુલ્ય કહે છે. (૫) ભાવતુલ્યપુગલના વર્ણ, ગંધ, રસ અને સ્પર્ધાદિની પરસ્પર તુલ્યતાને ભાવતુલ્ય કહે છે. તેમ જ જીવના ગુણ ઔદાયિક આદિ ભાવની અપેક્ષાએ થતી પરસ્પરની તુલ્યતાને પણ ભાવ તુલ્યતા કહે છે. તુ સં m/wાન – ઇત્યાદિ શબ્દોમાં જે તુલ્ય શબ્દનું ગ્રહણ થયું છે, તેનો આશય એ છે કે સંખ્યાતના સંખ્યાત ભેદ હોવાથી તેમાં સમાન સંખ્યારૂપ સંખ્યાત પદનું ગ્રહણ થાય છે. યથા– સંખ્યાતરૂપ ૨૫૦ ગુણ કાળા સ્કંધની સાથે ૨૫૦ ગુણ કાળા સ્કંધની તુલ્યતા થાય છે પરંતુ સંખ્યાતરૂપ ૨૫૦ ગુણ કાળા સ્કંધની ૩૫૦ ગુણ કાળા સ્કંધની સાથે તુલ્યતા થતી નથી. તે જ રીતે અસંખ્યાત અને અનંતના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. સંસ્થાન તલ્ય:- આકૃતિ વિશેષને સંસ્થાન કહે છે. તેના બે ભેદ છે–અજીવ સંસ્થાન અને જીવ સંસ્થાન. સંસ્થાનની પરસ્પર તુલ્યતાને સંસ્થાન તુલ્ય કહે છે. આહારાદિમાં મૂર્શિત-અમૂચ્છિત અણગાર:१० भत्तपच्चक्खायए णं भंते ! अणगारे अहे णं वीससाए कालं करेइ, सेणं तत्थ मुच्छिए जाव अज्झोववण्णे आहारमाहारेइ, तओ पच्छा अमुच्छिए अगिद्धे जाव अणज्झोववण्णे आहारमाहारेइ ? हंतागोयमा ! भत्तपच्चक्खायए णं अणगारेतंचेव ।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ- भत्तपच्चक्खायए णंतंचेव?
गोयमा ! भत्तपच्चक्खायए णं अणगारे अहे णं वीससाए कालं करेइ,तस्स णं मुच्छिए जावअज्झोववण्णे आहारे भवइ, तओ पच्छा अमुच्छिए जाव आहारे भवइ,से तेणटेणं गोयमा ! जाव आहारमाहारेइ । શદાર્થ:- અરે વલસા = જો તે સંથારામાં ન જે મૃત્યુ પામે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ભક્ત પ્રત્યાખ્યાન(આજીવન અનશન) કરનાર અણગાર, જો સંથારામાં સ્વાભાવિક રૂપે કાલધર્મને પ્રાપ્ત કરે તો શું તે ઉત્પતિ સ્થાને પહોંચીને ત્યાં સર્વ પ્રથમ મૂચ્છિત, વૃદ્ધ, અત્યંત આસક્ત આદિ ભાવયુક્ત થઈને આહાર કરે અને ત્યાર પછી તે અમૂચ્છિત, અમૃદ્ધ, અનાસક્ત આદિ ભાવે આહાર કરે છે? ઉત્તર- હા, ગૌતમ! ભક્ત પ્રત્યાખ્યાન કરનાર અણગાર, કાળધર્મને પ્રાપ્ત કરીને તે પ્રમાણે આહાર કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! ભક્ત પ્રત્યાખ્યાન કરનાર અણગાર જે સંથારામાં કાલ ધર્મને પ્રાપ્ત કરે, તેને ઉત્પત્તિ સ્થાનમાં પહેલાં મૂચ્છ યાવતુ આસક્તિ યુક્ત જ આહાર હોય છે અને પછી મૂચ્છ રહિત, યાવતું આસક્તિ રહિત આહાર હોય છે. તેથી હે ગૌતમ! ભક્ત પ્રત્યાખ્યાન કરનાર અણગાર તે પ્રમાણે આહાર કરે છે.