________________
શતક-૧૪ : ઉદ્દેશક-૭
૧૫૯
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે ભાવતુલ્યને ‘ભાવતુલ્ય’ કહેવાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! એક ગુણ કાળાવર્ણવાળા પુદ્ગલ, અન્ય એક ગુણકાળા વર્ણવાળા પુદ્ગલોની સાથે ભાવથી તુલ્ય છે. પરંતુ એક ગુણ કાળા વર્ણવાળા પુદ્ગલ, એક ગુણ કાળા વર્ણ સિવાય, અન્ય પુદ્ગલોની સાથે ભાવથી તુલ્ય નથી. આ રીતે યાવત્ દશ ગુણ કાળા પુદ્ગલ, તુલ્ય સંખ્યાત ગુણ કાળા પુદ્ગલ, તુલ્ય અસંખ્યાત ગુણ કાળા પુદ્ગલ અને તુલ્ય અનંત ગુણ કાળા પુદ્ગલનું પણ કથન કરવું જોઈએ. જે રીતે કાળા વર્ણનું કથન કર્યું, તે જ રીતે નીલા, લાલ, પીળા અને શ્વેત વર્ણના વિષયમાં પણ કહેવું જોઈએ. આ જ રીતે સુરભિગંધ અને દુરભિગંધ; તિકત રસથી મધુરરસ પર્યંતના પાંચ રસ અને કર્કશ સ્પર્શથી રૂક્ષ સ્પર્શ પર્યંતના આઠ સ્પર્શ સુધી કથન કરવું જોઈએ.
ઔદિયક ભાવ, ઔદિયક ભાવની સાથે તુલ્ય છે, પરંતુ ઔદાયિક ભાવ સિવાયના અન્ય (ક્ષાયિકાદિ) ભાવની સાથે તુલ્ય નથી, આ રીતે ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક તથા પારિણામિક ભાવના વિષયમાં કહેવું જોઈએ. સન્નિપાતિક ભાવ, સન્નિપાતિક ભાવની સાથે તુલ્ય છે. તેથી હે ગૌતમ ! ભાવતુલ્ય, ‘ભાવતુલ્ય' કહેવાય છે.
९ सेकेणणं भंते ! एवं वुच्चइ - संठाणतुल्लए, संठाणतुल्लए ?
गोयमा ! परिमंडले संठाणे परिमंडलस्स संठाणस्स संठाणओ तुल्ले, परिमण्डलसंठाणे परिमंडलसंठाणवइरित्तस्स संठाणओ णो तुल्ले । एवं वट्टे, तसे, चउरसे, आयए ।
समचउरंससंठाणे समचउरंसस्स संठाणस्स संठाणओ तुल्ले, समचउरंसे संठाणे समचउरंस-संठाण-वइरित्तस्स संठाणस्स संठाणओ णो तुल्ले । एवं जाव हुंडे । से तेणट्टेणं गोयमा ! एवं कुच्चइ जाव संठाणतुल्लए, संठाणतुल्लए ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે સંસ્થાનતુલ્યને, ‘સંસ્થાન તુલ્ય’ કહેવાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! પરિમંડલ સંસ્થાન, અન્ય પરિમંડલ સંસ્થાનની સાથે સંસ્થાનતુલ્ય છે પરંતુ પરિમંડલ સંસ્થાન, પરિમંડલ સંસ્થાનથી ભિન્ન સંસ્થાનોની સાથે સંસ્થાન તુલ્ય નથી. આ રીતે વૃત્ત સંસ્થાન, ત્ર્યસ્ર સંસ્થાન, ચતુરસ સંસ્થાન અને આયત સંસ્થાનના વિષયમાં પણ કહેવું જોઈએ.
એક સમચતુરસ સંસ્થાન, અન્ય સમચતુરસ સંસ્થાનની સાથે સંસ્થાન તુલ્ય છે પરંતુ સમચતુરસ સંસ્થાન, સમચતુરસ સંસ્થાનથી ભિન્ન અન્ય સંસ્થાનોની સાથે તુલ્ય નથી. જે રીતે પરિમંડલ સંસ્થાનનું કથન કર્યું છે તે જ રીતે ન્યગ્રોધ પરિમંડલથી હૂંડક સંસ્થાન સુધી કહેવું જોઈએ. તેથી હે ગૌતમ! સંસ્થાન તુલ્યને ‘સંસ્થાનતુલ્ય’ કહેવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં છ પ્રકા૨ે તુલ્યના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે.
તુપ્તપ્ઃ— તુલ્યતા. એક કોટિના પદાર્થોમાં પરસ્પરમાં જે સમાનતા હોય તેને તુલ્ય કહે છે. તેના છ પ્રકાર છે–
(૧) દ્રવ્ય તુલ્ય– આત્મા-આત્મદ્રવ્યની, પુદ્ગલ-પુદ્ગલની જે પરસ્પર તુલ્યતા હોય તેને દ્રવ્યતુલ્ય કહે છે.