________________
શતક–૧૪: ઉદ્દેશક-૭
[ ૧૫૭ |
भवतुल्लए भावतुल्लए सठाणतुल्लए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તુલ્યના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ! તુલ્યના છ પ્રકાર છે. યથા– (૧) દ્રવ્યતુલ્ય (૨) ક્ષેત્રતુલ્ય (૩) કાલતુલ્ય (૪) ભવતુલ્ય (૫) ભાવતુલ્ય અને (૬) સંસ્થાનતુલ્ય.
४ सेकेणटेणं भते ! एवं वुच्चइ- दव्वतुल्लए, दव्वतुल्लए? ___गोयमा ! परमाणुपोग्गले परमाणुपोग्गलस्स दव्वओ तुल्ले, परमाणुपोग्गले परमाणुपोग्गलवइरित्तस्स दव्वओणोतुल्ले,दुपएसिएखधेदुपएसियस्सखंधस्स दवओ तुल्ले, दुपएसिए खंधे दुपएसिय वइरित्तस्स दव्वओणोतुल्ले । एवं जावदसपएसिए । तुल्लसंखेज्जपएसिए खधेतुल्लसंखेज्जपएसियस्स खंधस्स दव्वओ तुल्ले, तुल्लसंखेज्जपएसिएखंधेतुल्लसंखेज्जपएसियवइरित्तस्सखंधस्स दव्वओणोतुल्ले, एवंतुल्लअसंखेज्ज पएसिए वि एवं तुल्लअणंतपएसिए वि, सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ-दव्वतुल्लए दव्वतुल्लए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે દ્રવ્યતુલ્યને ‘દ્રવ્યતુલ્ય' કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ! એક પરમાણુ પુદ્ગલ, અન્ય પરમાણુ પુદ્ગલોની સાથે દ્રવ્યથી તુલ્ય છે, પરંતુ પરમાણુ પુલ, પરમાણુ પુદ્ગલથી ભિન્ન અન્ય પદાર્થોની સાથે દ્રવ્યથી તુલ્ય નથી. આ જ રીતે એક ઢિપ્રદેશી સ્કંધ, અન્ય ક્રિપ્રદેશ સ્કંધની સાથે દ્રવ્યથી તુલ્ય છે પરંતુ દ્ધિપ્રદેશીસ્કંધ, દ્ધિપ્રદેશીસ્કંધથી વ્યતિરિક્ત સ્કંધ સાથે દ્રવ્યથી તુલ્ય નથી. આ જ રીતે યાવત દશ પ્રદેશી સ્કંધ સુધી કહેવું જોઈએ. એક તુલ્ય સંખ્યાત પ્રદેશી સ્કંધ, અન્ય તુલ્ય સંખ્યાત પ્રદેશિક સ્કંધની સાથે તુલ્ય છે પરંતુ તુલ્ય સંખ્યાત પ્રદેશી કંધ, તુલ્ય સંખ્યાત પ્રદેશી ઢંધથી ભિન્ન અન્ય સંખ્યાત પ્રદેશ સ્કંધની સાથે દ્રવ્યથી તુલ્ય નથી. આ રીતે તુલ્ય અસંખ્યાત પ્રદેશી સ્કંધ અને તુલ્ય અનંત પ્રદેશ સ્કંધના વિષયમાં જાણવું જોઈએ. તેથી હે ગૌતમ ! દ્રવ્યતુલ્યને ‘દ્રવ્યતુલ્ય” કહે છે. | ५ सेकेणटेणं भंते ! एवं वुच्चइ-खेत्ततुल्लए, खेत्ततुल्लए?
गोयमा ! एगपएसोगाढे पोग्गले एगपएसोगाढस्स पोग्गलस्स खेत्तओ तुल्ले, एगपएसोगाढे पोग्गले एगपएसोगाढवइरित्तस्स पोग्गलस्सखेत्तओणोतुल्ले । एवं जाव दसपएसोगाढे । एवं तुल्लसंखेज्जपएसोगाढे, एवं तुल्लअसंखेज्जपएसोगाढे वि । से तेणटेणं गोयमा ! जावखेत्ततुल्लए,खेत्ततुल्लए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ક્ષેત્ર તુલ્યને ‘ક્ષેત્ર-તુલ્ય' કહે છે?
ઉત્તર- હે ગૌતમ! એક પ્રદેશાવગાઢ પુદ્ગલ(આકાશના એક પ્રદેશ પર રહેલા યુગલ) અન્ય એક પ્રદેશાવગાઢ પુદ્ગલોની સાથે ક્ષેત્રથી તુલ્ય છે. પરંતુ એક પ્રદેશાવગાઢ પુગલ એક પ્રદેશાવગાઢથી ભિન્ન પુદ્ગલોની સાથે ક્ષેત્રથી તુલ્ય નથી. આ રીતે યાવત દશ પ્રદેશાવગાઢ પુગલોનું કથન કરવું જોઈએ. તથા એક તુલ્ય સંખ્યાત પ્રદેશાવગાઢ પગલ, અન્ય તુલ્ય સંખ્યાત પ્રદેશાવગાઢ પગલોની સાથે તુલ્ય છે;