________________
| ૧૫૬ |
શ્રી ભગવતી સૂત્ર-૪ |
અથવા એકસ્થ સિદ્ધક્ષેત્રની અપેક્ષાએ એક ક્ષેત્રાશ્રિત. અનુત્તરોપપાતિક દેવોનું જ્ઞાન સામર્થ્યઃ| २ जहाणं भंते ! वयं एयमटुंजाणामो पासामो तहाणं अणुत्तरोववाइया वि देवा एयमटुंजाणंति पासंति? ___ हंता गोयमा ! जहाणं वयं एयमढे जाणामो, पासामो तहा अणुत्तरोववाइया वि देवा एयमटुंजाणंति पासंति।
सेकेणटेणं जावपासंति?
गोयमा ! अणुत्तरोववाइयाणं अणंताओ मणोदव्ववग्गणाओ लद्धाओ पत्ताओ अभिसमण्णागयाओ भवति,सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ जावपासति । શબ્દાર્થ :-સદ્ધાર = લબ્ધ, તદ્વિષયક અવધિજ્ઞાન લબ્ધિ હોય છે પત્તાઓ તે દ્રવ્યોનું જ્ઞાન પ્રાપ્ત હોય છે મહમણા થાગો = તે લબ્ધિ અને જ્ઞાન હસ્તગત હોય છે, સ્વાધીન હોય છે, ઉપલબ્ધ હોય છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે રીતે આપણે બંને(આપ કેવળ જ્ઞાનથી અને હું આપના કથનથી) આ પૂર્વોક્ત અર્થને જાણીએ-દેખીએ છીએ, તે જ રીતે શું અનુત્તરોપપાતિક દેવો પણ આ વાતને જાણે-દેખે છે?
ઉત્તર- હા, ગૌતમ! જેમ આપણે બંને આ વાતને જાણીએ-દેખીએ છીએ, તેમ અનુત્તરોપપાતિક દેવો પણ આ વાતને જાણે-દેખે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! અનુત્તરોપપાતિક દેવોને મનોદ્રવ્યની અનંત વર્ગણાઓ જાણવાની અવધિજ્ઞાન લબ્ધિ હોય છે, તે મનોદ્રવ્યોનું જ્ઞાન પ્રાપ્ત હોય છે, તે લબ્ધિ અને જ્ઞાન તેઓને ઉપલબ્ધ હોય છે, તેથી તે ગૌતમ! આ પ્રમાણે કહ્યું છે કે યાવતુ અનુત્તરોપપાતિક દેવો પણ જાણે-દેખે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અનુત્તર વિમાનવાસી દેવોના અવધિજ્ઞાન સામર્થ્યનું નિરૂપણ છે.
દરેક દેવોને અવધિજ્ઞાનનો વિષય દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન હોય છે. અનુત્તરવિમાનવાસી દેવોનો અવધિજ્ઞાન વિષય વિશાલ હોય છે. તે દેવો લોકમાં રહેલી અનંત પ્રદેશી સર્વ ય પુદ્ગલ વર્ગણાઓને જાણે છે. તેથી મનોવર્ગણા અને ભાષાવર્ગણાના પુદ્ગલોને પણ જાણે છે. આ કારણે જ પ્રભુ મહાવીર અને ગૌતમસ્વામી વચ્ચે થયેલો વાર્તાલાપ અને તેના દ્વારા ગૌતમસ્વામીની ભવિષ્યની મોક્ષની યોગ્યતાને તે દેવો જાણી શકે છે. છ પ્રકારના તુલ્ય:| ३ | कइविहे णं भंते !तुल्लए पण्णत्ते?
गोयमा ! छविहे तुल्लए पण्णत्ते, तंजहा-दव्वतुल्लए खेत्ततुल्लए कालतुल्लए