________________
શતક–૧૪: ઉદ્દેશક
[ ૧૪૯]
| શતક-૧૪: ઉદ્દેશકજેજે સંક્ષિપ્ત સાર
જ આ ઉદ્દેશકમાં જીવોને ગ્રાહ્ય આહાર દ્રવ્યોનું અને વૈમાનિકેન્દ્રની ભોગ પદ્ધતિનું નિરૂપણ છે. * ૨૪ દંડકના જીવો કયારેક અવીચિ દ્રવ્યો– વિવક્ષિત સંપૂર્ણ દ્રવ્યોનો આહાર ગ્રહણ કરે છે અને કયારેક વીચિ દ્રવ્યો- વિવક્ષિત દ્રવ્યોમાં એકાદ પ્રદેશ ન્યૂન દ્રવ્યોનો આહાર કરે છે. * દેવોની ભોગપદ્ધતિ પણ દિવ્ય હોય છે. શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રને જ્યારે વિષયભોગની ઇચ્છા થાય ત્યારે તે એક ચક્રાકાર સ્થાન, તેમાં શ્રેષ્ઠ પ્રાસાદ, મણિપીઠિકા અને તેના પર શય્યાની વિદુર્વણા કરે છે અને ત્યાં પોતાની અગ્રમહિષીઓ સાથે કાય પરિચારણા કરે છે.
સનકુમાર અને તેની ઉપરના ઇન્દ્રો શય્યાની વિદુર્વણા કરતા નથી. તેઓ સિંહાસનની વિદુર્વણા કરે છે. કારણ કે તેઓ કાય પરિચારણા કરતા નથી. તે દેવો સ્પર્શ, રૂપ, શબ્દ આદિ દ્વારા જ કામનાની પૂર્તિ કરે છે.
આ રીતે દેવો પોતાના પુણ્યનો ભોગવટો કરે છે.