________________
[ ૧૪૮]
શ્રી ભગવતી સૂત્ર-૪
गोयमा ! हंता पभू ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહદ્ધિક યાવતુ મહાસુખી દેવ બહારના પુદ્ગલોને ગ્રહણ કરીને તિરછા પર્વતને અથવા તિરછી ભીંતને ઉલ્લંઘન-પ્રલંઘન કરવામાં સમર્થ છે?
ઉત્તર-હા, ગૌતમ! સમર્થ છે.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
ભવધારણીય શરીરથી વ્યતિરિક્ત પુગલને બહારના પુદ્ગલ” કહેવાય છે. તે પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કોઈ પણ દેવ માર્ગમાં આવતા પર્વત કે પર્વતખંડનું, ભીંત આદિનું ઉલ્લંઘન કરી શકતા નથી. બહારના પુગલોને ગ્રહણ કરીને અર્થાત્ ઉત્તર વૈક્રિય શરીર બનાવીને જ ઉલ્લંઘન કરી શકે છે.
-
શતક ૧૪/પ સંપૂર્ણ