________________
શતક–૧૪: ઉદ્દેશક-૫
૧૪૭ |
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ચોવીસ દંડકના જીવોમાં ઇષ્ટ, અનિષ્ટ અને ઇષ્ટાનિષ્ટ શબ્દાદિ દશ સ્થાનોમાં કોને કેટલા સ્થાનોનો અનુભવ થાય છે તેનું નિરૂપણ કર્યું છે.
લોકના એક ક્ષેત્રમાં રહેલા પુગલો સમાન સ્વભાવવાળા હોય, તોપણ પ્રત્યેક જીવોને પોતાના કર્માનુસાર તેનો સંયોગ અને અનુભવ થાય છે. નરયિકોને– પાપકર્મના ઉદયે પાંચ ઇન્દ્રિયોના વિષયોનો પ્રતિક્ષણ અનિષ્ટપણે અનુભવ થાય છે. તેને અપ્રશસ્ત વિહાયગતિ અથવા નરકગતિરૂપ અનિષ્ટ ગતિ હોય છે. નરકમાં રહેવારૂપ અથવા નરકાયું રૂપ અનિષ્ટ સ્થિતિ છે. શરીરનું બેડોળપણું તેનું અનિષ્ટ લાવણ્ય છે. અપયશ અને અપકીર્તિરૂપે નારકોને અનિષ્ટ યશકીર્તિનો અનુભવ થાય છે. વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલા ઉત્થાનાદિ પણ નારકોને અનિષ્ટ જ હોય છે. ચારે જાતિના દેવોને- પુણ્યકર્મના ઉદયે શબ્દ આદિ દશે સ્થાનોનો ઇષ્ટપણે અનુભવ થાય છે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને- શુભાશુભ બંને પ્રકારના કર્મોના ઉદયે શબ્દ આદિ દશે સ્થાનોનો ઈષ્ટાનિષ્ટ પણે અનુભવ થાય છે. એકેન્દ્રિય જીવોને–એક જ ઇન્દ્રિયહોવાથી શબ્દ, રૂપ, ગંધ અને રસ તે ચાર સ્થાનનો અનુભવ થતો નથી. છ સ્થાનોનો જ અનુભવ થાય છે. તે શુભ અને અશુભ બંને સ્થાનમાં ઉત્પન્ન થઈ શકે છે, તેમજ તેને શાતા અને અશાતારૂપ બંને પ્રકારના કર્મોનો ઉદય હોય છે. તેથી તેમાં ઇષ્ટાનિષ્ટ બંને પ્રકારના સ્પર્ધાદિનો અનુભવ થાય છે. યદ્યપિ એકેન્દ્રિય જીવો સ્થાવર હોવાથી તેમાં ગતિ સંભવિત નથી. તથાપિ તેમાં પરપ્રેરિત ગતિ થાય છે. તે શુભાશુભ હોવાથી ઇનિષ્ટ રૂપ છે. મણિ આદિમાં ઇષ્ટ લાવણ્ય અને પત્થરાદિમાં અનિષ્ટ લાવણ્ય હોય છે તેથી એકેન્દ્રિયોમાં સમુચ્ચય રૂપે ઇષ્ટાનિષ્ટ લાવણ્ય કહ્યું છે. સ્થાવર હોવાથી એકેન્દ્રિયોમાં પ્રગટ રૂપે ઉત્થાનાદિ પ્રતીત થતા નથી પરંતુ સૂક્ષ્મ રૂપે ઉત્થાનાદિ હોય છે. તેમજ પૂર્વભવમાં અનુભવેલા ઉત્થાનાદિના સંસ્કારના કારણે પણ તેમાં ઉત્થાનાદિ હોય છે અને તે ઇનિષ્ટ હોય છે. બેઇન્દ્રિયમાં સાત, તે ઇન્દ્રિયમાં આઠ અને ચોરેન્દ્રિયમાં નવ સ્થાનોનો ઇષ્ટનિષ્ટ રૂપે અનુભવ થાય છે. ક્રમશઃ એક એક ઇન્દ્રિય વધતા રસ, ગંધ અને રૂપ એક એક સ્થાન વધે છે. દેવોની પુદ્ગલ સહાયી શક્તિ -
१४ देवे णं भंते! महिड्डीए जाव महासोक्खे बाहिरए पोग्गले अपरियाइत्ता पभू, तिरियपव्वयंवा तिरियभित्तिं वा उल्लंघेत्तए वा पल्लंघेत्तए वा? गोयमा ! णो इणढे સમદ્દે ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મહદ્ધિક યાવત મહાસુખી દેવ બહારના પુલને ગ્રહણ કર્યા વિના તિરછા પર્વતને અથવા તિરછી ભીંતને ઉલ્લંઘન(એક વાર) અને પ્રલંઘન(વારંવાર ઉલ્લંઘન) કરવામાં સમર્થ છે? ઉત્તર- હે ગૌતમ ! તેમ શકય નથી. १५ देवेणंभंते !महिड्डीए जावमहासोक्खेबाहिरए पोग्गलेपरियाइत्ता पभू,तिरियपव्वयं वा तिरियभित्तिं वा उल्लंघेत्तए वा पल्लंघेत्तए वा?