________________
શતક-૧૪: ઉદ્દેશક-૫
૧૪૫ |
તેના જ્વલન આદિનું નિરૂપણ છે. વિદ૬ સમાવUMPT :- એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં જીવને વિગ્રહગતિ સમાપન્નક કહે છે. ચોવીસ દંડકોના વિગ્રહગતિ સમાપન્નક જીવો અગ્નિની મધ્યમાં થઈને ગમન કરી શકે છે, તે જીવો કોઈ પણ સ્થાનમાંથી પસાર થઈ શકે છે. અગ્નિ, પાણી, આદિ દ્રવ્યો અથવા કોઈ પણ પદાર્થ તેને પ્રતિઘાત પહોંચાડી શકતું નથી. કારણ કે તે સમયે તે જીવોને તૈજસ-કાર્પણરૂપ સૂક્ષ્મ શરીર હોય છે. તે બંને શરીર અપ્રતિઘાતી છે. તે સૂક્ષ્મ શરીર પર અગ્નિ આદિ કોઈ પણ શસ્ત્ર અસર કરી શકતા નથી. નૈરયિકોની અગ્નિ પ્રવેશ શક્તિ - અવિગ્રહગતિ સમાપન્નક– ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થયેલા નૈરયિકો અગ્નિકાયની મધ્યમાં થઈને ગમન કરી શકતા નથી, કારણ કે નરકમાં બાદર અગ્નિનો અભાવ છે. મનુષ્યક્ષેત્રમાં જ બાદર અગ્નિકાય હોય છે. ઉત્તરાધ્યયન આદિ શાસ્ત્રોમાં સુવા ગામ પવપુષ્પો અતજ્ઞો અર્થાત “નારક જીવને અનેક વાર પ્રજવલિત અગ્નિમાં પકાવ્યો' ઇત્યાદિ વર્ણન છે, ત્યાં પરમાધામી દેવો અગ્નિ સદશ ઉષ્ણ પુદ્ગલની વિદુર્વણા કરે છે. તે પ્રમાણે સમજવું જોઈએ. ચારે જાતિના દેવોની અગ્નિ પ્રવેશ શક્તિ - અવિગ્રહગતિ સમાપન્નક– ઉત્પત્તિ ક્ષેત્રને પ્રાપ્ત થયેલા અસુરકુમારાદિ દેવો મનુષ્ય લોકમાં આવે છે, તે અગ્નિની મધ્યમાં થઈને ગમન કરી શકે છે, પરંતુ તે બળતા નથી. કારણ કે વૈક્રિય શરીર અતિ સૂક્ષ્મ છે અને તેની ગતિ શીવ્રતમ હોય છે, જે દેવો મનુષ્યલોકમાં આવતા નથી, તે અગ્નિની મધ્યમાં થઈને જતા નથી. પાંચ સ્થાવર જીવોની અગ્નિપ્રવેશ શક્તિ - અવિગ્રહ ગતિ સમાપન્નક(ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થયેલા) સ્થાવર જીવો અગ્નિની મધ્યમાં થઈને ગતિ કરી શકતા નથી. કારણ કે સ્થાવર જીવોમાં ગતિ સ્વભાવ નથી. અગ્નિ અને વાયુ જે ગતિત્રસ છે, તે અગ્નિની મધ્યમાં થઈને જઈ શકે છે, યદ્યપિ વાયુ આદિથી પ્રેરિત પૃથ્વી આદિ જીવોનો પણ અગ્નિપ્રવેશ સંભવિત છે પરંતુ અહીં સ્વતંત્રતાપૂર્વક ગમનની વિવક્ષા કરી છે. એકેન્દ્રિય જીવો સ્થાવર હોવાથી સ્વતંત્રતાપૂર્વક અગ્નિપ્રવેશ કરી શકતા નથી. ત્રણ વિકસેન્દ્રિય જીવો :- તે જીવો અગ્નિમાં પ્રવેશ કરી શકે છે પરંતુ તેઓને લબ્ધિ કે વૈક્રિય શરીર ન હોવાથી તે જીવો અગ્નિમાં બળી જાય છે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યની અગ્નિપ્રવેશ શક્તિ – અવિગ્રહગતિ સમાપન્નક પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં જે વૈક્રિય લબ્ધિ સંપન્ન હોય અને મનુષ્યક્ષેત્રમાં હોય તે અગ્નિની મધ્યમાં થઈને જઈ શકે છે કારણ કે ત્યાં અગ્નિનો સદુભાવ છે અને જે મનુષ્યક્ષેત્રની બહાર છે, તે જઈ શકતા નથી કારણ કે ત્યાં અગ્નિનો અભાવ છે. જે ઋદ્ધિ અપ્રાપ્ત છે, તેમાંથી કોઈ કોઈ(જાદુગર આદિ) અગ્નિમાં થઈને જઈ શકે છે, અને કોઈ જતા નથી. પરંતુ ઋદ્ધિ પ્રાપ્ત જે જીવો અગ્નિમાં પ્રવેશ કરે છે તે બળતા નથી. ઋદ્ધિ-અપ્રાપ્ત જીવો અગ્નિમાં પ્રવેશ કરે તો તે બળી શકે છે. શબ્દાદિ દશ સ્થાનોની ઈનિષ્ટ અનુભૂતિ:|७ णेरइया दस ठाणाहिं पच्चणुब्भवमाणा विहरति,तंजहा- अणिट्ठा सदा, अणिट्ठा रूवा, अणिट्ठा गंधा, अणिट्ठा रसा, अणिट्ठा फासा, अणिट्ठा गई, अणिट्ठा ठिई, अणिढे लावण्णे, अणिढे जसोकित्ती, अणिढेउढाण-कम्मबल-वीरियपुरिसक्कारपरक्कमे। ભાવાર્થ - નરયિક જીવો, દશ સ્થાનોનો અનુભવ કરે છે, યથા– (૧) અનિષ્ટ શબ્દ, (૨) અનિષ્ટ રૂપ