________________
શ્રી ભગવતી સૂત્ર–૪
બાળી નાંખે છે, શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું. આ પ્રમાણે ચૌરેન્દ્રિય જીવો સુધી કહેવું જોઈએ. ६ | पंचिंदियतिरिक्खजोणिए णं भंते ! अगणिकायस्स मज्झमज्झेणं वीइवएज्जा ? गोयमा ! अत्थेगइए वीइवएज्जा, अत्थेगइए णो वीइवएज्जा ।
૧૪૪
णणं भंते! जाव वीइवएज्जा ?
गोयमा ! पंचिंदियतिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तंजहा - विग्गहगइ समावण्णगा य अविग्गहगइसमावण्णगाय । विग्गहगइसमावण्णए जहेव णेरइए जावणो खलु तत्थ सत्थंकमइ । अविग्गहगइसमावण्णगा पंचिंदियतिरिक्ख जोणिया दुविहा पण्णत्ता, त जहा इड्डिप्पत्ता य अणिड्डिप्पत्ता य । तत्थ णं जे से इड्डिप्पत्ते पंचिदियतिरिक्खजोणिया से णं अत्थेगइए अगणिकायस्स मज्झमज्झेणं वीइवएज्जा, अत्थेगइए णो वीइवएज्जा ।
૭
जे णं वीइवएज्जा से णं तत्थ झियाएज्जा ? णो इणट्ठे समट्ठे, णो खलु तत्थ सत्थं कमइ । तत्थ णं जे से अणिड्डिप्पत्ते पंचिदियतिरिक्खजोणिए सेणं अत्थेगइए अगणिकायस्स मज्झमज्झेणं वीइवएज्जा अत्थेगइए णो वीइवएज्जा ।
जेणं वीइवएज्जा से णं तत्थ झियाएज्जा ? हंता झियाएज्जा | से तेणद्वेणं जाव अत्थेगइए णो वीइवएज्जा । एवंमणुस्सेवि । वाणमंत जोइसिय वेमाणिए जहा असुरकुमारे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તિર્યંચ પંચેન્દ્રિય જીવો અગ્નિની મધ્યમાં થઈને જઈ શકે છે ? ઉત્તર− હે ગૌતમ ! કેટલાક જઈ શકે છે અને કેટલાક જઈ શકતા નથી.
પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચ જીવોના બે પ્રકાર છે. યથા– વિગ્રહગતિ સમાપન્નક અને અવિગ્રહગતિ સમાપન્નક. જે વિગ્રહગતિ સમાપન્નક પંચેન્દ્રિય તિર્યંચ યોનિક છે, તેનું કથન નૈરયિકની સમાન જાણવું જોઈએ યાવત્ અગ્નિરૂપ શસ્ત્ર તેના પર અસર કરતું નથી. જે અવિગ્રહગતિ સમાપન્નક પંચેન્દ્રિય તિર્યંચ યોનિક છે, તેના બે પ્રકાર છે, યથા– ઋદ્ધિ પ્રાપ્ત(વૈક્રિય આદિ લબ્ધિ યુક્ત) અને ઋદ્ધિ અપ્રાપ્ત(વૈક્રિય આદિ લબ્ધિ રહિત). જે પંચેન્દ્રિય તિર્યંચ યોનિક ૠદ્ધિ પ્રાપ્ત છે, તેમાંથી કેટલાક અગ્નિની મધ્યમાં થઈને જાય છે અને કેટલાક જતા નથી.
પ્રશ્ન– જે જાય છે તેને શું અગ્નિ બાળે છે ? ઉત્તર− તેમ શક્ય નથી. શસ્ત્ર તેના પર અસર કરતા નથી. જે ઋદ્ધિ અપ્રાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ છે તેમાંથી કેટલાક અગ્નિમાં થઈને જાય છે અને કેટલાક જતા નથી.
પ્રશ્ન— જે જાય છે તેને શું અગ્નિ બાળે છે ? ઉત્તર– હા, બાળે છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે— કેટલાક અગ્નિમાં થઈને જાય છે અને કેટલાક જતા નથી, આ રીતે મનુષ્યના વિષયમાં પણ કહેવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોનું કથન અસુરકુમારોની સમાન કહેવું જોઈએ. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં ચોવીસ દંડકવર્તી જીવોની અગ્નિપ્રવેશની શક્તિ-અશક્તિનું અને જો પ્રવેશ કરે તો