________________
શતક–૧૪: ઉદ્દેશક-૫
[ ૧૪૩]
वीइवएज्जा, अत्थेगइए णो वीइवएज्जा।
सेकेणतुणं भंते ! जाव अत्थेगइए णो वीइवएज्जा?
गोयमा ! असुरकुमारा दुविहा पण्णत्ता,तं जहा- विग्गहगइसमावण्णगा य अविग्गहगइसमावण्णगा य । तत्थ णंजे से विग्गहगइसमावण्णए असुरकुमारे से णं वीइवएज्जा । एवं जहेवणेरइए जावणोखलुतत्थ सत्थंकमइ । तत्थणंजेसे अविग्गह गइसमावण्णए असुरकुमारे सेणं अत्थेगइए अगणिकायस्स मज्झमज्झेणं वीइवएज्जा, अत्थेगइए णो वीइवएज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવો અગ્નિની મધ્યમાં થઈને જઈ શકે છે?
ઉત્તર- હે ગૌતમ! કોઈ જઈ શકે છે અને કોઈ જઈ શકતા નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કેટલાક અસુરકુમાર દેવો અગ્નિની મધ્યમાં થઈને ગમન કરી શકે છે અને કેટલાક જઈ શકતા નથી?
ઉત્તર- હે ગૌતમ ! અસુરકુમાર દેવોના બે પ્રકાર છે. યથા- વિગ્રહગતિ સમાપન્નક અને અવિગ્રહગતિ સમાપક. જે વિગ્રહગતિ સમાપન્નક છે, તે અગ્નિમાંથી જાય છે. શેષ સર્વ કથન નૈરયિકોની સમાન છે યાવતુ અગ્નિરૂપ શસ્ત્ર તેના પર અસર કરતું નથી. જે અવિગ્રહ ગતિ સમાપન્નક છે, તેમાંથી કોઈ અગ્નિની મધ્યમાં થઈને જઈ શકે છે અને કોઈ જઈ શકતા નથી. | ४ जेणं वीइवएज्जा सेणंतत्थ झियाएज्जा?
गोयमा ! णो इणटे,समढे, णो खलु तत्थ सत्थं कमइ । से तेणटेणं । एवं जाव थणियकुमारे। एगिदिया जहा णेरइया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે અગ્નિની મધ્યમાં જાય છે તેને અગ્નિ બાળે છે?
ઉત્તર- હે ગૌતમ! તેમ શકય નથી, કારણ કે અગ્નિરૂપ શસ્ત્ર તેના પર અસર કરતું નથી. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે કેટલાક અસુરકુમાર દેવો જઈ શકે છે, અને કેટલાક જઈ શકતા નથી, આ રીતે સ્વનિતકુમાર સુધી કહેવું જોઈએ.
એકેન્દ્રિયોનું કથન નૈરયિકોની સમાન કરવું જોઈએ. ५ बेइंदिया णं भंते ! अगणिकायस्स मज्झमझेणं वीइवएज्जा?
गोयमा !जहा असुरकुमारे तहा बेइदिए वि,णवरं-जेणं वीइवएज्जा सेणंतत्थ झियाएज्जा । सेसंतंचेव । एवं जावचउरिदिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય જીવો અગ્નિકાયની મધ્યમાં થઈને જઈ શકે છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે અસુરકુમારોના વિષયમાં કથન કર્યું, તે જ રીતે બેઈન્દ્રિયોના વિષયમાં કથન કરવું જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે જે બેઇન્દ્રિય જીવો અગ્નિની મધ્યમાં થઈને જાય તો અગ્નિ તેને