________________
શ્રી ભગવતી સૂત્ર-૪
દ્રવ્યનો સર્વથા વિનાશ થતો નથી. તેનું મૂળભૂત સ્વરૂપ તે જ રૂપે રહીને તેની અવસ્થાઓમાં સતત પરિવર્તન થયા જ કરે છે. તે જ દ્રવ્યના પરિણામ છે.
૧૪૦
જીવ પરિણામના દશ પ્રકાર છે– (૧) ગતિ (૨) ઇન્દ્રિય (૩) કષાય (૪) લેશ્યા (૫) યોગ (૬) ઉપયોગ (૭) જ્ઞાન (૮) દર્શન (૯) ચારિત્ર (૧૦) વેદ.
અજીવ પરિણામના પણ દશ પ્રકાર છે. યથા– (૧) બંધન (૨) ગતિ (૩) સંસ્થાન (૪) ભેદ (૫) વર્ણ (૬) ગંધ (૭) રસ (૮) સ્પર્શ (૯) અગુરુલઘુ અને (૧૦) શબ્દ પરિણામ. તેનું વિસ્તૃત વિવેચન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ-૧૩ પરિણામ પદમાં છે.
|| શતક ૧૪/૪ સંપૂર્ણ ॥