________________
શતક-૧૪: ઉદ્દેશક-૪ .
[ ૧૩૯]
કરે, તે પરમાણુ પરિણામની અપેક્ષાએ ચરમ કહેવાય છે અને જે પરમાણુ, તે પરિણામને પુનઃ પ્રાપ્ત કરે છે તે અપેક્ષાએ તે અચરમ કહેવાય છે.
દ્રવ્યાદેશથી પરમાણુ ચરમ નથી, અચરમ છે, કારણ કે પરમાણુની સ્થિતિ અસંખ્યાતકાલની હોય છે, ત્યારપછી અવશ્ય તે કોઈપણ સ્કંધ સાથે જોડાય છે અને સ્કંધરૂપે પરિણત થાય છે. કાલાન્તરે તે પુનઃ તે સ્કંધથી છૂટો પડીને પરમાણુપણાને પ્રાપ્ત કરે છે. આ રીતે તેની અવસ્થામાં પરિવર્તન થયા જ કરે છે. દ્રવ્યની અપેક્ષાએ પરમાણુ શાશ્વત છે. તેથી તે ચરમ નથી અચરમ છે.
ક્ષેત્રાદેશથી કથંચિત્ ચરમ, કથંચિતુ અચરમ છે. યથા– જે ક્ષેત્રમાં કોઈ કેવળીએ કેવળી સમુઘાત કર્યો હતો, તે સમયે પરમાણુ ત્યાં સ્થિત હતા. તે સમુદ્યાત પ્રાપ્ત ઉક્ત કેવળીના સંબંધ વિશેષથી તે પરમાણુ પુનઃ કદાપિ તે ક્ષેત્રનો આશ્રય કરવાના નથી. કારણ કે સમુદ્યાત પ્રાપ્ત કેવળી નિર્વાણને પ્રાપ્ત થઈ જાય છે. તે ક્ષેત્રની અપેક્ષાએ તે પરમાણુ ચરમ છે અને વિશેષણ રહિત ક્ષેત્રની અપેક્ષાએ પરમાણુ પુનઃ તે ક્ષેત્રમાં અવગાઢ થાય છે. તેથી તે અચરમ કહેવાય છે.
કાલાદેશથી પરમાણુ પુદ્ગલ કથંચિત્ ચરમ, કથંચિત્ અચરમ છે. યથા- તે કેવલીએ પ્રાતઃકાલ આદિ સમયે કેવળી સમુઘાત કર્યો હતો, તે કાલમાં જે પરમાણુ હતા, તે પરમાણુ તે જ કેવળી સમુદ્યાતના વિશિષ્ટ કાલને પ્રાપ્ત થતા નથી, કારણ કે કેવળીનો મોક્ષ થઈ જાય છે. તેથી તે વિશિષ્ટ કાલની અપેક્ષાએ પરમાણુ ચરમ છે અને વિશેષણ રહિત કાલની અપેક્ષાએ પરમાણુ અચરમ છે.
ભાવાદેશથી પરમાણુ પુદ્ગલ કથંચિત્ ચરમ અને કથંચિત્ અચરમ છે. યથા- તે કેવળીએ કેવળી સમુઘાતના સમયે જે પરમાણુ વર્ણાદિ ભાવવિશેષને પ્રાપ્ત થયા હતા, તે પરમાણુ વિવક્ષિત કેવળી સમુદ્યાત વિશિષ્ટ વર્ણાદિ પરિણામની અપેક્ષાએ ચરમ છે અને વિશેષણ રહિત ભાવની અપેક્ષાએ તે અચરમ છે. જીવ અજીવના પરિણામ - | ७ कइविहे णं भंते ! परिणामे पण्णत्ते?
गोयमा ! दुविहे परिणामे पण्णत्ते,तंजहा-जीवपरिणामे य अजीवपरिणामे य । एवं परिणामपयं णिरवसेसं भाणियव्वं ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરિણામના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! પરિણામના બે પ્રકાર છે. યથા– જીવ પરિણામ અને અજીવ પરિણામ. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રનું તેરમું પરિણામ પદ સંપૂર્ણ કહેવું જોઈએ. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રજ્ઞાપના સૂત્રના તેરમા પદમાં વર્ણિત જીવ પરિણામ અને અજીવ પરિણામનું અતિદેશપૂર્વક સંક્ષિપ્ત કથન છે.
દ્રવ્યની અવસ્થાન્તર પ્રાપ્તિને “પરિણામ’ કહે છે. આ પરિણામ પરિણામન્તરને પ્રાપ્ત થવા છતાં