________________
૧૩૮ |
શ્રી ભગવતી સત્ર-૪
ત્યારે તે જીવ સાંસારિક સુખથી મુક્ત બનીને સ્વાભાવિક સુખરૂપ એકત્વભાવને પ્રાપ્ત કરે છે. પછી તેમાં અનેકરૂપતા રહેતી નથી. પરમાણુ પુદ્ગલની શાશ્વતતા-અશાશ્વતતા :| ५ परमाणुपोग्गले णं भंते ! किं सासए, असासए ? गोयमा ! सिय सासए, सिय असासए।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ-सिय सासए, सिय असासए?
गोयमा !दव्वट्ठयाए सासए, वण्णपज्जवेहिं जावफासपज्जवेहिं असासए । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-सिय सासए, सिय असासए । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુદ્ગલ શાશ્વત છે કે અશાશ્વત? ઉત્તર-હે ગૌતમ!તે કથંચિત્ શાશ્વત છે, કથંચિત્ અશાશ્વત છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે પરમાણુ પુદ્ગલ કથંચિત્ શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે? ઉત્તર-હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે અને વર્ણ પર્યાય યાવતુ સ્પર્શાદિ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે પરમાણુ પુદ્ગલ કથંચિત્ શાશ્વત છે, કથંચિત્ અશાશ્વત
વિવેચન :
પરમાણુ પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે કારણ કે તે સ્કંધ રૂપે સંયુક્ત થવા છતાં તેનું મૂળભૂત સ્વરૂપ નષ્ટ થતું નથી, જ્યારે તે સ્કંધ સાથે જોડાઈ જાય છે ત્યારે તે “પ્રદેશ” શબ્દથી ઓળખાય છે, પરંતુ તેમાં રહેલી વર્ણાદિ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. કારણ કે દ્રવ્યની પ્રત્યેક પર્યાયો વિનશ્વર છે. પરમાણુ પુદ્ગલની ચરમ-અચરમતા :|६ परमाणुपोग्गले णं भंते ! किं चरिमे, अचरिमे ?
गोयमा !दव्वादेसेणं णो चरिमे, अचरिमे;खेत्तादेसेणं सिय चरिमे, सिय अचरिमे; कालादेसेणं सिय चरिमे, सिय अचरिमे; भावादेसेणं सिय चरिमे सिय अचरिमे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુદ્ગલ ચરમ છે કે અચરમ?
ઉત્તર- હે ગૌતમ! પરમાણુ પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ ચરમ નથી, અચરમ જ છે. ક્ષેત્રની અપેક્ષાએ કદાચિત્ ચરમ કદાચિત્ અચરમ છે. કાલની અપેક્ષાએ કથંચિત્ ચરમ, કથંચિત્ અચરમ છે. અને ભાવાદેશથી પણ કથંચિત્ ચરમ, કથંચિત્ અચરમ છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અનેકાંત દષ્ટિથી પરમાણુ યુગલની ચરમતા અને અચરમતાને સમજાવી છે. ચરમ-અચરમ પરમાણ:-જે પરમાણુ વિવક્ષિત પરિણામને છોડીને પુનઃ તે પરિણામને કદાપિ પ્રાપ્ત ન