________________
શતક–૧૪: ઉદ્દેશક-૪.
| ૧૩૭ |
અને પરમાણુ બંને અવસ્થાનું ગ્રહણ કર્યું છે.
પુદ્ગલ દ્રવ્યની પર્યાયોમાં તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં સમયે સમયે પરિવર્તન થઈ શકે છે. એક પરમાણુમાં એક સમયે શીત તો બીજા સમયે ઉષ્ણ સ્પર્શ, એક સમયે સ્નિગ્ધ તો બીજા સમયે રૂક્ષ સ્પર્શ થઈ શકે છે.
તે જ રીતે દ્ધિપ્રદેશી આદિ સ્કંધમાં પણ પરિવર્તન થયા કરે છે. કોઈ પણ સ્કંધમાં એક સાથે અનેક વર્ણાદિ પરિણામ પણ હોય શકે છે. યથા– સ્કંધના એક દેશમાં કૃષ્ણ વર્ણ હોય અને બીજા દેશમાં નીલ વર્ણ હોય, આ રીતે સ્કંધમાં બે વર્ણ કે તેથી અધિક વર્ણાદિ સંભવિત છે. ક્યારેક તે અનેક વર્ણાદિ પરિણામ ક્ષીણ થાય, ત્યારે એક વર્ણાદિ પર્યાયમાં પરિણત થાય છે. આ રીતે પુદ્ગલમાં વિવિધ પ્રકારનું પરિણમન સતત થયા જ કરે છે.
પ્રસ્તુત સૂત્રમાં વર્તમાન કાલ સાથે અનંત શબ્દ પ્રયુક્ત નથી કારણ કે વર્તમાન કાલ એક સમયનો જ છે તેથી તેમાં અનંતનો સંભવ નથી. જીવના સુખી-દુઃખી આદિ વિવિધ પરિણામ:
४ एसणंभंते !जीवेतीयमणतं सासयं समयंदुक्खी,समयं अदुक्खी,समयंदुक्खी वा अदुक्खी वा; पुट्विं च णं करणेणं अणेगभावं अणेगभूयं परिणामं परिणमइ, अह से वेयणिज्जे णिज्जिण्णे भवइ, तओ पच्छा एगभावे एगभूएसिया?
हता गोयमा ! एस णं जीवेतीयमणतं सासयं समयं जाव एगभूए सिया, एवं पडुप्पण्ण सासय समय, एवं अणागयमणत सासय समय। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું આ જીવ અનંત શાશ્વત અતીતકાલમાં, એક સમયમાં દુઃખી, એક સમયમાં અદુઃખી(સુખી) તથા એક સમયમાં દુઃખી અને સુખી (ઉભયરૂપે) હતો? તથા પહેલા કરણ (પ્રયોગકરણ અને વિસસાકરણ) દ્વારા અનેક ભાવવાળો, અનેક રૂપ પરિણામથી પરિણત થયો હતો? અને ત્યાર પછી વેદનીયકર્મ(અને ઉપલક્ષણથી જ્ઞાનાવરણીયાદિ કર્મો)ની નિર્જરા થતાં જીવ એક ભાવ અને એક રૂપવાળો થાય છે?
ઉત્તર– હા, ગૌતમ ! આ જીવ અનંત અતીત કાલમાં એક સમય દુઃખી, એક સમય સુખી એક સમય સુખી દુઃખી હતો. તે પહેલાં અનેક પરિણામથી પરિણત હતો અને પછી વેદનીયાદિ કર્મની નિર્જરા થતાં તે જીવ એક ભાવથી અને એક રૂપથી પરિણત થાય છે. આ જ રીતે શાશ્વત વર્તમાનકાલના વિષયમાં અને અનંત અનાગત કાલના વિષયમાં પણ સમજવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવના ત્રિકાલવર્તી પરિણામોને પ્રદર્શિત કર્યા છે. કર્માધીન જીવોમાં કાલ, સ્વભાવ, પૂર્વકૃત કર્મ આદિ વિવિધ કારણે અને શુભાશુભ કર્મબંધની હેતુભૂત ક્રિયાના કારણે અનેક પરિણામ થાય છે, તે ક્ષણમાં સુખી અને ક્ષણમાં દુઃખી થાય છે. ક્યારેક સુખ અને દુઃખ બંનેના નિમિત્તો એક સાથે ઉપસ્થિત થાય ત્યારે તે સુખી દુઃખી અવસ્થાને પણ અનુભવે છે. જ્યાં સુધી જીવ કર્માધીન છે ત્યાં સુધી ત્રણે કાલમાં ઉપરોક્ત રીતે પરિવર્તન થયા જ કરે છે. પરંતુ જ્યારે અનેક પરિણામના કારણભૂત કર્મોનો ક્ષય થાય છે