________________
[ ૧૩૬]
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૪: ઉદ્દેશક-૪
પુદ્ગલ
પુદ્ગલનું પરિણમન :| १ एस णं भंते ! पोग्गले तीयमणतं सासयं समयंलुक्खी, समयं अलुक्खी, समय लुक्खी वा अलुक्खी वा; पुट्विंचणं करणेणं अणेगवण्णं अणेगरूवं परिणामं परिणमइ, अह से परिणामे णिज्जिण्णे भवइ, तओ पच्छा एगवण्णे एगरूवे सिया?
हंतागोयमा ! एसणं पोग्गलेतीयमणतंसासयसमयंतचेव जावएगरूवेसिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું આ પુદ્ગલો(પરમાણુ અથવા સ્કંધ) અનંત, શાશ્વત અતીત કાલમાં એક સમય રૂક્ષ સ્પર્શવાળા હોય, એક સમય અરૂક્ષ અર્થાત્ સ્નિગ્ધ સ્પર્શવાળા હોય અને એક સમય રૂક્ષ અને સ્નિગ્ધ બંને સ્પર્શવાળા હોય છે? શું તે પહેલા પ્રયોગકરણ અથવા વિસસાકરણ દ્વારા અનેક વર્ણ અને અનેક રૂપવાળા પરિણામથી પરિણત થયા હોય અને ત્યારપછી તે અનેક વર્ણાદિ પરિણામ ક્ષીણ થઈ જતાં તે પુદ્ગલ એક વર્ણ અને એક રૂપવાળા થઈ જાય છે?
ઉત્તર- હા, ગૌતમ! તે પદ્ગલ અનંત, શાશ્વત અતીતકાળમાં અનેક વર્ણાદિ પરિણામ ક્ષીણ થઈ જતા એક સમય રૂક્ષ સ્પર્શવાળા થઈ જાય ઇત્યાદિ પ્રશ્નના કથનાનુસાર એક રૂપવાળા થઈ જાય છે, ત્યાં સુધી કહેવું જોઈએ. | २ एस णं भंते ! पोग्गले पडुप्पण्णं सासयं समयं लुक्खी, पुच्छा? गोयमा ! एवं
चेव; एवं अणागयमणंत पि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે પુગલો(પરમાણુ અથવા સ્કંધ) શાશ્વત વર્તમાન કાલમાં એક સમય રૂક્ષ સ્પર્શવાળા એક સમય સ્નિગ્ધ સ્પર્શવાળા હોય છે, ઇત્યાદિ પૂર્વવતુ પ્રશ્ન કરવો? ઉત્તર- હે ગૌતમ! પૂર્વકથનાનુસાર જાણવું જોઈએ, આ રીતે અનંત અનાગત કાલના વિષયમાં પણ જાણવું જોઈએ. | ३ एसणं भंते !खंधे तीयमणंतं सासयं समयं लुक्खी पुच्छा? गोयमा ! एवं चेव, खंधे वि जहा पोग्गले। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ સ્કંધ, અનંત, શાશ્વત, અનાગત કાલમાં એક સમય રૂક્ષ, એક સમય સ્નિગ્ધ હોય છે? ઇત્યાદિ પૂર્વવતુ પ્રશ્ન કરવો. ઉત્તર- હે ગૌતમ! જે રીતે પુદ્ગલ પરિણામના વિષયમાં કહ્યું, તે જ રીતે સ્કંધના વિષયમાં પણ કહેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પુદ્ગલોના શૈકાલિક પરિવર્તનને પ્રદર્શિત કર્યું છે. સૂત્રકારે પુદ્ગલ શબ્દથી સ્કંધ