________________
શતક–૧૪: ઉદ્દેશક-૪
[ ૧૩૫ ]
શતક-૧૪: ઉદ્દેશક-૪
સંક્ષિપ્ત સાર
જે
જે
19
આ ઉદ્દેશકમાં જીવ અને પુદગલોના પરિણામોની પરિવર્તન-શીલતા, પરમાણુની શાશ્વતતા અશાશ્વતતા, ચરમતા-અચરમતા અને જીવ-અજીવોના પરિણામોનું અતિદેશાત્મક કથન છે. * પદગલ દ્રવ્યમાં સ્વભાવથી તથા પ્રયોગથી પરિવર્તન થયા જ કરે છે. એક વર્ણમાંથી અનેક વર્ણ. અનેક વર્ણમાંથી એક વર્ણ, આ રીતે ગંધ, રસાદિ પર્યાયોનું પરિવર્તન ત્રણે કાલમાં થયા કરે છે. * કર્માધીન જીવોમાં પણ કર્મોદયના પરિવર્તનથી સુખ-દુઃખમાં પરિવર્તન થયા જ કરે છે જ્યારે તે કર્મોથી મુક્ત થાય ત્યારે સ્વાભાવિક સુખ રૂપ એક ભાવને પ્રાપ્ત કરે છે. * પરમાણુ પુદ્ગલ, દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત અને પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. * જે પરમાણુ વિવક્ષિત પરિણામનો ત્યાગ કરીને પુનઃ તે પરિણામને કદાપિ પ્રાપ્ત ન કરે તો તે ભાવની અપેક્ષાએ તે પરમાણુ ચરમ કહેવાય અને જો તે ભાવને કાલાન્તરમાં પ્રાપ્ત કરવાનો હોય, તો તે ભાવની અપેક્ષાએ તે અચરમ કહેવાય છે. * દ્રવ્યથી પ્રત્યેક પરમાણુ દ્રવ્યથી ચરમ નથી અચરમ છે કારણ કે પરમાણુ સ્કંધ રૂપે પરિણત થાય પરંતુ કાલાંતરમાં તે અવશ્ય પરમાણુ રૂપે પરિણત થશે. તેથી તેને ચરમ કહી શકાતું નથી. * ક્ષેત્રથી– તે કથંચિત્ ચરમ કથંચિત્ અચરમ છે. કેવળી સમુઘાત સમયે જે ક્ષેત્રોમાં જે પરમાણુનો સંબંધ જે કેવળી સાથે થયો છે તે પરમાણુનો સંબંધ તે ક્ષેત્રમાં તે કેવળી સાથે ફરી ક્યારે ય થવાનો નથી. તેથી તે પરમાણુ ચરમ કહેવાય અને સામાન્ય ક્ષેત્રની અપેક્ષાએ તે અચરમ કહેવાય છે. * કાલથી– કથંચિત્ ચરમ કથંચિત્ અચરમ છે. કેવળી સમુદ્યાત સમયે જે કાલમાં, જે પરમાણુનો સંબંધ જે કેવળી સાથે થયો છે તે પરમાણુનો સંબંધ તે કાલમાં ફરી થવાનો નથી. તેથી તે પરમાણુ ચરમ છે અને સામાન્ય કાલની અપેક્ષાએ તે અચરમ છે. * ભાવથી– કથંચિત્ ચરમ કથંચિત્ અચરમ છે. કેવળી સમુઠ્ઠાત સમયે જે પરમાણુ જે વર્ણાદિ ભાવ વિશેષ રૂપે પરિણત થયા હતા, તે કેવળીમાં તે પરમાણુ તે રૂપે ક્યારે ય પરિણત થવાના નથી કારણ કે કેવળી ભગવાનનો મોક્ષ થઈ જાય છે અને સાધારણ ભાવની અપેક્ષાએ તે અચરમ છે. * જીવ અને અજીવ દ્રવ્યમાં પરિણમન થયા જ કરે છે. તેનું વિસ્તૃત વિવેચન શ્રી પ્રજ્ઞાપના સુત્રાનુસાર જાણવું.