________________
૧૩૪
શ્રી ભગવતી સૂત્ર–૪
બિતિ ? ગોયમા ! અબિદું નાવ અમગામ ॥ લેવું મતે ! એવં ભંતે ! ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો કેવા પ્રકારના પુદ્ગલ પરિણામનો અનુભવ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તે અનિષ્ટ યાવત્ અમનામ(મનને પ્રતિકૂળ) પુદ્ગલ પરિણામનો અનુભવ કરે છે. આ રીતે અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિકો સુધી કહેવું જોઈએ. આ રીતે વેદના પરિણામનો પણ અનુભવ કરે છે ઇત્યાદિ જીવાભિગમ સૂત્રની તૃતીય પ્રતિપત્તિના બીજા ઉદ્દેશક અનુસાર કહેવું જોઈએ, યાવત્—
પ્રશ્ન– હે ભગવન્ ! અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિકો, કેવા પ્રકારની પરિગ્રહ સંજ્ઞાનો અનુભવ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તે અનિષ્ટ યાવત્ મનને પ્રતિકૂળ પરિગ્રહ સંજ્ઞાના પરિણામનો અનુભવ કરે છે. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.
વિવેચનઃ
નૈયિક જીવને પાપકર્મનો ઉદય હોવાથી તેને પ્રતિકૂળ સંયોગ પ્રાપ્ત થાય છે. તે જીવો અનિષ્ટ, અકાન્ત, મનને પ્રતિકૂળ પુદ્ગલ પરિણામનો અનુભવ કરે છે. આ રીતે શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, ખંજવાળ, પરતન્ત્રતા, ભય, શોક, જરા અને વ્યાધિ, આ દશ પ્રકારની વેદનાનો અનુભવ કરે છે. આ વિષયનું વિસ્તૃત વિવેચન જીવાભિગમ સૂત્રમાં છે. ત્યાં પુદ્ગલ પરિણામ, વેદના આદિ વીસ દ્વારથી વર્ણન છે.
તે વીસ દ્વાર આ પ્રમાણે છે– (૧) પુદ્ગલ પરિણામ (૨) વેદના (૩) લેશ્યા (૪) નામ-ગોત્ર (૫) અરિત (૬) ભય (૭) શોક (૮) ક્ષુધા (૯) પિપાસા (૧૦) વ્યાધિ (૧૧) ઉચ્છ્વાસ (૧૨) અનુતાપ (૧૩) ક્રોધ (૧૪) માન (૧૫) માયા (૧૬) લોભ (૧૭) આહાર સંજ્ઞા (૧૮) ભય સંજ્ઞા (૧૯) મૈથુન સંજ્ઞા (૨૦) પરિગ્રહ સંજ્ઞા.
પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ બે દ્વાર અને અંતિમ દ્વારના કથન દ્વારા સંક્ષિપ્ત વર્ણન છે. નૈરયિકો પરિગ્રહસંજ્ઞા પર્યંતના પ્રત્યેક ભાવોનો અનિષ્ટરૂપે અનુભવ કરે છે.
|| શતક ૧૪/૩ સંપૂર્ણ ॥