________________
૧૨૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું અસુરકુમાર દેવો પણ તમસ્કાય કરે છે? ઉત્તર-હા, ગૌતમ! કરે છે. | ९ किं पत्तियं णं भंते ! असुरकुमारा देवा तमुक्कायं पकरैति?
गोयमा ! किड्डा रइपत्तियं वा पडिणीयविमोहणट्ठयाए वा गुत्तिसारक्खणहेवा अप्पणो वा सरीरपच्छायणट्ठयाए, एवं खलु गोयमा ! असुरकुमारा वि देवा तमुक्कायं पकरेंति, एवं जाववेमाणिया ॥ सेवं भंते ! सेवं भते ! ॥ શબ્દાર્થ-રિપત્તિયં - ક્રીડા અને રતિના નિમિત્તે, મનોરંજન માટે, આનંદાનુભૂતિ પ્રગટ કરવા પડિવિનોદદ્દા -શત્રુને મોહિત કરવા માટે રિલાઉદેવં ગુપ્તનિધિની સુરક્ષાને માટે સરપચ્છાયણયાશરીરને છુપાવવા માટે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કયા નિમિત્તથી-પ્રયોજનથી અસુરકુમાર દેવો તમસ્કાય કરે છે?
ઉત્તર– હે ગૌતમ! ક્રીડા અને રતિના નિમિત્તે, શત્રુને વિસ્મિત કરવા, છુપાવવા યોગ્ય ધનની રક્ષા કરવા અને પોતાના શરીરને પ્રચ્છાદિત કરવાના નિમિત્તે અસુરકુમાર દેવો પણ તમસ્કાય કરે છે. આ રીતે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દેવકૃત તમસ્કાયની પ્રક્રિયા અને તેના કારણો દર્શાવ્યા છે. તમસ્કાય ?- અંધકારના સમૂહને નમસ્કાય કહે છે. કોઈ પણ દેવો પોતાના આભિયોગિક દેવો દ્વારા તમસ્કાયિક દેવોને બોલાવીને તમસ્કાય કરાવી શકે છે.
(
. શતક ૧૪/ર સંપૂર્ણ
)