________________
શતક-૧૪: ઉદ્દેશક-૨
| ૧૨૭ |
वेमाणिया एवं चेव। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવો પણ વૃષ્ટિ કરે છે? ઉત્તર– હા, ગૌતમ કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવો કયા પ્રયોજનથી વૃષ્ટિ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! અરિહંત ભગવંતોના જન્મ-મહોત્સવ, દીક્ષા મહોત્સવ, કેવળજ્ઞાન મહોત્સવ અને નિર્વાણ મહોત્સવના સમયે, અસુરકુમાર દેવો વૃષ્ટિ કરે છે, આ જ રીતે નાગકુમારથી સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોના વિષયમાં પણ આ જ રીતે કહેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સ્વાભાવિક વૃષ્ટિ, દેવકૃત વૃષ્ટિ અને તેના કારણોને સ્પષ્ટ કર્યા છે. સ્વાભાવિક રીતે થતી વૃષ્ટિ વર્ષાઋતુમાં વાદળાઓ દ્વારા થાય છે અને દેવકૃત વૃષ્ટિ દેવની ઇચ્છાનુસાર ગમે ત્યારે થાય
દેવકત વૃષ્ટિનું કારણ :- ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો મોસમ વિના પણ તીર્થકર ભગવંતોના સૂત્રોક્ત ચારે ય મહિમાના સમયે વૃષ્ટિ કરી શકે છે. દેવકૃત વૃષ્ટિની પ્રક્રિયા - સૂત્રમાં શકેન્દ્રની વૃષ્ટિ કરવાની વિધિ દર્શાવી છે. ઈન્દ્રને વૃષ્ટિ કરવાની ઇચ્છા થાય ત્યારે શક્રેન્દ્ર ક્રમશઃ આત્યંતર, મધ્યમ, બાહ્ય અને બાહ્ય-બાહ્ય પરિષદ અને આભિયોગિક દેવોને બોલાવે. તે દેવો વૃષ્ટિકાયિક દેવો દ્વારા વૃષ્ટિ કરાવે છે. દેવકૃત તમસ્કાય:|७ जाहे णं भंते ! ईसाणे देविंदे देवराया तमुक्कायंकाउकामे भवइ, सेकहमियाणि પ ?
____गोयमा !ताहे चेव णं से ईसाणे देविंदे देवराया अभितरपरिसाए देवेसद्दावेइ, तण्ण ते अभितरपरिसगा देवा सद्दाविया समाणा एव जहेव सक्कस जाव'
तएण ते आभिओगिया देवा सदाविया समाणा तमुक्काइए देवे सद्दार्वेति,तएणं तेतमुक्काइया देवा सदाविया समाणा तमुक्कायंपकरेति । एवंखलुगोयमा ! ईसाणे देविंदे देवराया तमुक्कायंपकरेइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાન તમસ્કાય કરવાની ઇચ્છા કરે છે, ત્યારે તે કેવી રીતે કરે છે?
ઉત્તર- હે ગૌતમ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાન તમસ્કાય કરવાની ઇચ્છા કરે છે ત્યારે તે આત્યંતર પરિષદના દેવોને બોલાવે છે, આત્યંતર પરિષદના દેવો મધ્યમ પરિષદના દેવોને બોલાવે છે, ઇત્યાદિ સર્વ વર્ણન, પૂર્વ સૂત્રોનુસાર જાણવું. વાવ ત્યારે બોલાવેલા તે આભિયોગિક દેવો તમસ્કાયિક દેવોને બોલાવે છે અને ત્યાર પછી તે તમસ્કાયિક દેવો તમસ્કાય કરે છે. આ રીતે હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ ઈશાન તમસ્કાય કરે છે. ८ अस्थि णं भंते ! असुरकुमारा वि देवा तमुक्कायंपकरैति? हंता अत्थि ।