________________
શતક-૧૪ : ઉદ્દેશક-૩
'
૧૨૯
શતક-૧૪ : ઉદ્દેશક-૩
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં ૨૪ દંડકના જીવોનો વિવિધ પ્રકારનો વિનય અને નૈરયિકોના પુદ્ગલ પરિણમનનું અનિર્દેશાત્મક નિરૂપણ છે.
મિથ્યાદષ્ટિ દેવોને ભાવિતાત્મા અણગાર પ્રતિ કોઈ ભક્તિ ભાવ હોતો નથી. તેથી તે દેવો શ્રમણોને વંદનાદિ કર્યા વિના જ તેમનું ઉલ્લંઘન કરીને આગળ જાય છે. પરંતુ સમ્યષ્ટિ દેવોને અણગાર પ્રતિ ભક્તિભાવ હોય છે. તેથી તે ગમે ત્યારે તેમનું ઉલ્લંઘન કરીને આગળ જતાં નથી. તેમને વંદનાદિ કરીને પર્યુપાસના કરે છે.
નારકો, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય જીવોમાં કોઈ પણ પ્રકારનો વિનય વ્યવહાર હોતો નથી. કારણ કે નારકીના જીવો વેદનાથી અત્યંત ત્રસ્ત હોય છે અને સ્થાવરાદિ વોમાં તથા પ્રકારનો વિવેક શક્ય નથી. નિમંચ પંચેન્દ્રિયમાં સત્કાર, સન્માન, અભ્યુત્થાન આદિ હોય છે પરંતુ તેઓ આસનપ્રદાન કે આસન લઈને સાથે જવું વગેરે વ્યવહાર કરી શકતા નથી કારણ કે તેની પાસે સાધનોનો અભાવ હોય છે. દેવ અને મનુષ્યોમાં સર્વ પ્રકારનો વિનય હોય છે.
મહદ્ધિક દેવ-દેવી, અલ્પર્ધિક દેવ-દેવીની મધ્યમાંથી ગમે ત્યારે ગમે તે રીતે જઈ શકે છે. સમશ્ર્વિક દેવ-દેવી, સમર્દિક દેવ-દેવીની મધ્યમાંથી કયારેક જઈ શકે છે. જો તે દેવ-દેવી સાવધાન હોય તો જઈ શકતા નથી. તે દેવ સાવધાન ન હોય ત્યારે શસ્ત્ર પ્રયોગ કરીને જઈ શકે છે. અલ્પશ્ર્વિક દેવ-દેવી, મહર્દિક દેવ-દેવીની મધ્યમાંથી જઈ શકતા નથી. આ રીતે દેવ-દેવીઓને પણ ઉચિત વ્યવહાર હોય છે.
નૈરયિકો ત્યાંના પુદ્ગલોનો અનિષ્ટ, અકાંત, અમનોજ્ઞ અને પ્રતિકૂળ અનુભવ કરે છે. તે જીવો દશ પ્રકારની વેદનાનો અનુભવ કરે છે. તેનું વિસ્તૃત વિવેચન જીવાભિગમ સૂત્રમાં છે.
*****