________________
શતક્ર–૧૪: ઉદ્દેશક-૧
૧૧૯ |
|६ अणंतरोववण्णगाणंभंते !णेरड्या किंणेरइयाउयंपकरेति जावदेवाउयंपकरैति?
गोयमा ! णो णेरइयाउयं पकरेंति जावणो देवाउयं पकरेति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનંતરોપપત્રક નરયિકો શું નરયિકનું આયુષ્ય બાંધે યાવત શું દેવનું આયુષ્ય બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ! તે નૈરયિકો તિર્યચ, મનુષ્ય કે દેવ કોઈનું પણ આયુષ્ય બાંધતા નથી. ७ परंपरोववण्णगाणं भंते ! णेरड्या किंणेरइयाउयं पकरेंति जावदेवाउयं पकरेंति?
गोयमा ! णो णेरइयाउयं पकरैति, तिरिक्खजोणियाउयं पकरैति, मणुस्साउयं पि पकरेंति, णो देवाउयं पकरैति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરંપરોપપત્રક નૈરયિકો શું નૈરયિકનું આયુષ્ય બાંધે વાવ શું દેવનું આયુષ્ય બાંધે છે?
ઉત્તર-હે ગૌતમ!તે નૈરયિકનું આયુષ્ય બાંધતા નથી. તિર્યંચ અથવા મનુષ્યનું આયુષ્ય બાંધે છે, દેવતાનું આયુષ્ય બાંધતા નથી. ८ अणंतरपरंपरअणुववण्णगाणं भंते ! णेरइया किंणेरइयाउयंपकरैति, पुच्छा?
गोयमा !णो णेरइयाउयंपकरति जावणो देवाउयंपकरैति । एवं जाववेमाणिया; णवरंपचिंदियतिरिक्खजोणिया,मणुस्सा य परंपरोववण्णगा चत्तारि वि आउयाइंपकरैति। सेसंतं चेव । ભાવાર્થ - પ્રશ્ર હે ગૌતમ ! અનંતરપરંપરાનુપપત્રક નૈરયિકો શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર- હે ગૌતમ ! તે નૈરયિકનું આયુષ્ય બાંધતા નથી ભાવતુ દેવનું આયુષ્ય પણ બાંધતા નથી. આ રીતે વૈમાનિકો સુધી કથન કરવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે પરંપરોપપન્નક તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય નારકાદિ ચાર ગતિમાંથી કોઈ પણ ગતિનું આયુષ્ય બાંધે છે. શેષ કથન પૂર્વવત્ છે. વિવેચન :અનંતરોપપક :- જેની ઉત્પત્તિમાં સમયાદિનું અંતર-વ્યવધાન ન હોય અર્થાત્ જે ઉત્પત્તિના પ્રથમ સમયમાં વર્તી રહ્યા હોય તે અનંતરોપપન્નક કહેવાય છે. પરંપરોપપન્નકઃ- જેની ઉત્પત્તિને બે, ત્રણ આદિ સમય થઈ ગયા હોય તે પરંપરોપપન્નક કહેવાય છે. અર્થાત્ ઉત્પત્તિના પ્રથમ સમય પછી બીજા સમયથી જીવન પર્યત તે જીવ પરંપરોપન્નક કહેવાય છે. અનંતર-પરંપરાનુપપત્રક - જેની ઉત્પત્તિનો પ્રથમ સમય કે દ્વિતીયાદિ સમય ન હોય તેવા વિગ્રહગતિ સમાપન્નક જીવ અનંતરપરંપરાનુપપન્નક કહેવાય છે અર્થાત્ જે જીવ નરકમાં ઉત્પન્ન થયા ન હોય તેમ છતાં નરકમાં ઉત્પન્ન થવા માટે વિગ્રહગતિમાં(વાટે વહેતી અવસ્થામાં) વર્તતા હોય તેને અનંતર-પરંપરાનુપપન્નક કહે છે.