________________
| ૧૨૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
અનંતરોપપન્નકાદિમાં આયુષ્ય બંધ :- અનંતરોપપત્રક કે અનંતરપરંપરાનુપપન્નક જીવ કોઈ પણ આયુષ્યનો બંધ કરતા નથી. કારણ કે તે અવસ્થામાં આયુષ્ય બંધ યોગ્ય કોઈ અધ્યવસાય હોતા નથી. તે જીવ પોતાના વર્તમાન આયુષ્યના ઓછામાં ઓછા બે તૃતીયાંશ ભાગ વ્યતીત થયા પછી યથાયોગ્ય સમયે આગામી ભવનું આયુષ્ય બાંધે છે તેથી વિગ્રહગતિમાં કે ઉત્પત્તિના પ્રથમ સમયે આયુષ્ય બંધ થતો નથી. પરંપરોપપન્નક નૈરયિક અને દેવ પોતાના આયુષ્યના છ મહિના શેષ રહે ત્યારે તિર્યંચ અથવા મનુષ્યનું આયુષ્ય બાંધે છે. પરંપરોપપન્નક મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય ચારે ગતિનું આયુષ્ય બાંધી શકે છે. તે જીવો પોતાના આયુષ્યના બે ભાગ વ્યતીત થયા પછી, કોઈ જીવો છ માસ શેષ રહે ત્યારે અને કોઈ જીવ અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે પણ પરભવનું આયુષ્ય બાંધે છે. અનંતર-નિર્મતાદિ અને આયુષ્યબંધ:९ रइया णं भंते ! किं अणंतरणिग्गया, परंपरणिग्गया, अणंतरपरंप-अणिग्गया?
गोयमा !णेरइया णं अणंतरणिग्गया वि जावअणंतरपरंपरअणिग्गया वि। से केणतुणं भंते ! जावअणिग्गया वि?
गोयमा !जेणं णेरइया पढमसमयणिग्गया तेणं णेरइया अणंतरणिग्गया। जेणं णेरइया अपढमसमयणिग्गया ते णं णेरइया परंपरणिग्गया । जे णं णेरइया विगहगइसमावण्णगातेणंणेरइया अणंतरपरंपरअणिग्गया,सेतेणटेणंगोयमा ! जाव अणंतस्परंपर-अणिग्गया वि । एवं जाववेमाणिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો શું અનંતર નિર્ગત હોય, પરંપર નિર્ગત હોય કે અનંતર પરંપરા અનિર્ગત હોય?
ઉત્તર- હે ગૌતમ! નરયિકો અનંતર નિર્ગત પણ હોય છે, પરંપર નિર્ગત પણ હોય છે અને અનંતર-પરંપર અનિર્ગત પણ હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! જે નૈરયિકોને નરકગતિથી નીકળીને બીજા ભવને પ્રાપ્ત થયાનો પ્રથમ સમય જ છે, તે અનંતરનિર્ગત કહેવાય છે. જે નૈરયિકોને નરકગતિથી નીકળીને ભવાન્તરને પ્રાપ્ત થયાનો અપ્રથમ(દ્વિતીયાદિ) સમય છે તે પરંપરનિર્ગત છે અને જે નૈરયિકો નરકમાંથી નીકળીને વિગ્રહગતિ સમાપન્નક છે તે અનંતર-પરંપર અનિર્ગત છે. તેથી હે ગૌતમ! આ પ્રમાણે કહ્યું છે કે નૈરયિકો, અનંતર નિર્ગત, પરંપર નિર્ગત અને અનંતર-પરંપર અનિર્ગત પણ હોય છે. આ રીતે વૈમાનિકો સુધી કથન કરવું જોઈએ. १० अणंतरणिग्गया णं भंते !णेरइया किंणेरड्याउयंपकरेंति जावदेवाउयंपकरेंति ? गोयमा !णो णेरइयाउयं पकरेंति जावणो देवाउयं पकरेति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનંતર નિર્ગત નૈરયિકો શું નરકાયુષ્ય બાંધે વાવત શું દેવાયુષ્ય બાંધે છે? ઉત્તર- હે ગૌતમ ! તે નરકાયુષ્ય બાંધતા નથી યાવત્ દેવાયુષ્ય બાંધતા નથી.