________________
| ૧૧૮ |
શ્રી ભગવતી સૂત્ર-૪
એ છે કે એકેન્દ્રિયોમાં ઉત્કૃષ્ટ ચાર સમયની વિગ્રહગતિ કહેવી જોઈએ. શેષ પૂર્વવત્ જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચોવીસ દંડકોના જીવોની શીઘ્રગતિ અને શીધ્ર ગતિના વિષયનું પ્રતિપાદન કર્યું છે. શીઘગતિ - એક ભવથી બીજા ભવમાં જવા માટે થતી ગતિને અહીં શીધ્ર ગતિ કહી છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જતો જીવ એક, બે, ત્રણ કે ચાર સમયમાં સાત રજ્જુ અને એકેન્દ્રિયાદિ જીવોની અપેક્ષાએ ૧૪ રજુ જેટલા ક્ષેત્રને પસાર કરે છે. અત્યંત સશક્ત વ્યક્તિને પણ હાથ ફેલાવવા કે સંકોચવા આદિ કોઈ પણ ક્રિયામાં અસંખ્યાત સમય વ્યતીત થાય છે. જ્યારે વાટે વહેતો જીવ એક, બે સમયમાં સ્વસ્થાને પહોંચી જાય છે. માટે વાટે વહેતા જીવની ગતિને શીધ્ર ગતિ કહી છે.
નૈરયિકાદિ કોઈપણ જીવ એક, બે આદિ સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. તેમાં ઉત્પત્તિ સ્થાન જો સર્વથા સીધું હોય તો એક સમયની જુગતિ થાય છે અને ઉત્પત્તિ સ્થાન જો વક્ર સ્થાને હોય તો તે જીવ વક્રગતિથી જાય છે. તેમાં તેને બે અથવા ત્રણ સમય થાય છે. આ ત્રણેયને શીઘ્રગતિ કરી છે. અનંતરોપપત્રક આદિ અને આયુષ્યબંધ:। ५ णेरइया णं भंते ! किं अणंतरोववण्णगा, परंपरोववण्णगा, अणंतरपरंपर-अणुववण्णगा? गोयमा! णेरइया अणंतरोववण्णगा वि परंपरोववण्णगा वि अणंतरपरंपरअणुववण्णगा वि।
से केणद्वेणं भंते ! एवं वुच्चइ जावअणंतरपरंपरअणुववण्णगा वि?
गोयमा !जेणंणेरइया पढमसमयोववण्णगातेणंणेरइया अणंतरोववण्णगा,जे णं णेरइया अपढमसमयोववण्णगा ते णं णेरइया परंपरोववण्णगा, जे णं णेरइया विग्गहगइसमावण्णगातेणंणेरइया अणंतरपरंपरअणुववण्णगा,सेतेणटेणं जावअणंतर परंपर-अणुववण्णगा वि । एवं णिरंतर जाववेमाणिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિકો અનંતરોપપન્નક હોય, પરંપરોપપત્રક હોય કે અનંતરપરંપરાનુપપન્નક હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! નૈરયિકો અનંતરોપપન્નક પણ હોય છે, પરંપરોપપન્નક પણ હોય છે અને અનંતર-પરંપરાનુપપત્રક પણ હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નૈરયિકો અનંતરોપપન્નક, પરંપરોપપન્નક અને અનંતર પરંપરાનુપપન્નક પણ હોય છે?
ઉત્તર– હે ગૌતમ! જે નૈરયિકો ઉત્પત્તિના પ્રથમ સમયમાં જ વર્તી રહ્યા છે, તે અનંતરોપપન્નક છે, જે નૈરયિકો ઉત્પત્તિના દ્વિતીય, તૃતીયાદિ સમયમાં વર્તી રહ્યા છે તે પરંપરોપપન્નક છે અને જે નૈરયિકો નરકમાં ઉત્પન્ન થવા માટે વિગ્રહગતિમાં છે તે અનંતર-પરંપરાનુપપન્નક કહેવાય છે. હે ગૌતમ ! તેથી નૈરયિકો અનંતરોપપત્રક હોય છે, પરંપરોપપત્રક પણ હોય છે અને અનંતરપરંપરાનુપપત્રક પણ હોય છે. આ રીતે ક્રમશઃ વૈમાનિક સુધી કથન કરવું જોઈએ.