________________
શતક-૧૪: ઉદ્દેશક-૧
તે જીવ સૌધર્મ અને સનત્કુમારાદિ દેવલોકની મધ્યના દેવલોકમાં અર્થાત્ ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ગજ્ઞેલે મરફ નીચે, તત્ત્તલે ચેવ વવજ્ગદું । જીવ જે લેશ્યામાં મૃત્યુ પામે છે તે જ લેશ્યાયુક્ત સ્થાનમાં તેની ઉત્પત્તિ થાય છે. યથા– પહેલા, બીજા દેવલોકમાં તેજોલેશ્યા હોય છે. તેથી તે સ્થાનને તેજોલેશ્યા યુક્ત સ્થાન કહે છે. તેજોલેશી જીવ મરીને તેજોલેશ્યાયુક્ત સ્થાનમાં જ ઉત્પન્ન થાય છે. આ રીતે જે સ્થાનમાં જે લેશ્યા હોય તે સ્થાનને તે લેશ્યાયુક્ત સ્થાન કહે છે. મૃત્યુ સમયના આત્મ પરિણામોભાવલેશ્યા અનુસાર જ તેનો જન્મ થાય છે. પ્રત્યેક સ્થાનની ઉત્પત્તિમાં આ નિયમની સમાનતા છે. અળરેખં માવિયપ્પા :– ભાવિતાત્મા અણગારની ગતિ માત્ર વૈમાનિક દેવલોકની જ હોય છે. તો પણ પ્રસ્તુતમાં ભાવિતાત્મા અણગારની ભવનપતિ આદિમાં ઉત્પત્તિનું કથન છે. તે કથન આરાધક-વિરાધકની અપેક્ષાએ સમજવું જોઈએ અર્થાત્ અંત સમયે સંયમના વિરાધક થાય તો તે અણગાર ભવનપતિ આદિમાં ઉત્પન્ન થાય અને આરાધક થાય તો વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે. અપેક્ષાએ તે બંને અવસ્થાગત અણગાર ભાવિતાત્મા અણગાર કહેવાય છે. અપેક્ષાએ બાલ તપસ્વી પણ ભાવિતાત્મા કહેવાય છે. – તેસામેવ ડિપઽર્:-ઉત્પન્ન થયા પછી તેને દ્રવ્યલેશ્યા-શરીરના વર્ણાદિ જીવન પર્યંત અવસ્થિત રહે છે અને પરિણામોના પરિવર્તન અનુસાર કર્મલેશ્યા અર્થાત્ ભાવલેશ્યામાં પરિવર્તન થાય છે. ચોવીસ દંડકોમાં શીઘ્ર ગતિ ઃ
४ णेरइयाणं भंते ! कहं सीहा गई, कहं सीहे गइविसए पण्णत्ते ?
गोयमा ! से जहाणामए- केइ पुरिसे तरुणे बलवं जुगवं जावणिउणसिप्पोवगए आउंटियं बाहं पसारेज्जा, पसारियं वा बाहं आउटेज्जा, विक्खिण्णं वा मुट्ठि साहरेज्जा, साहरियं वा मुट्ठि विक्खिरेज्जा, उण्णिमिसियं वा अच्छि णिम्मिसेज्जा णिम्मिसियं वा अच्छि उम्मिसेज्जा, भवे एयारूवे ? णो इणट्ठे समट्ठे । णेरइया णं एगसमएण वा दुसमए ण वा तिसमएण वा विग्गहेणं उववज्जति । णेरइयाणं गोयमा ! तहा सीहा गई, तहा सी गइविसए पण्णत्ते। एवं जाव वेमाणियाणं, णवरं एगिंदियाणं चउसमइए विग्गहे भाणियव्वे । सेसं तं चेव ।
૧૧૭
શબ્દાર્થ:- માટેખ્ખા-સંકુચિત કરે પ્નિમિસિય= ખુલેલી ખિડળસિપ્પોવાર્ = શિલ્પશાસ્ત્રમાં નિપુણ વિવિહળ – ફેલાવેલી, ખોલેલી બિસ્મિલેખ્ખા = બંધ કરે.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નૈયિક જીવોની શીવ્ર ગતિ કેવા પ્રકારની છે અને તેની શીવ્ર ગતિનો વિષય કેટલો છે ?
ઉત્તર– હે ગૌતમ ! જેમ કોઈ તરુણ, બલવાન, યુગવાન– ચોથા આરામાં ઉત્પન્ન થયેલો યાવત્ નિપુણ–શિલ્પશાસ્ત્રનો જ્ઞાતા પુરુષ હોય, તે પોતાના સંકુચિત હાથને શીઘ્રતાથી ફેલાવે અને ફેલાવેલા હાથને સંકુચિત કરે; ખુલ્લી મુટ્ટીને બંધ કરે અને બંધ મુઠ્ઠીને ખોલે; ખુલ્લી આંખને બંધ કરે અને બંધ આંખને ખોલે; તેવી શીઘ્રગતિ અને શીઘ્રગતિનો વિષય હે ગૌતમ ! નૈરયિક જીવોનો હોય છે ? તેમ નથી. નૈયિક જીવ તેથી પણ તીવ્ર એવી એક, બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! તેવી શીઘ્ર ગતિ અને શીઘ્રગતિનો તેનો વિષય છે. આ રીતે યાવત્ વૈમાનિકો સુધી જાણવું જોઈએ. વિશેષતા