________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૭
૯૯ |
પુનઃ ચાર-ચાર ભેદ થવાથી કુલ પ૪૪ = ૨૦ ભેદ થાય છે. નૈરયિક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ આવી ચિમરણઃ-નૈરયિક જીવનું નરકાયુ ક્ષણે-ક્ષણે ક્ષીણ થાય છે, તે નૈરયિક દ્રવ્યાવચિમરણ છે. નરકક્ષેત્રમાં રહેલા નૈરયિક જીવનો ક્ષણે-ક્ષણે જે ક્ષેત્રસંયોગ વ્યતીત થાય છે. તે નૈરયિક ક્ષેત્રાવચિમરણ છે. નૈરયિક કાલમાં રહેલા નૈરયિક જીવની ક્ષણે-ક્ષણે આયુષ્ય સ્થિતિ ક્ષય થાય છે, તે નૈરયિક કાલાવચિમરણ છે. નારક ભવમાં રહેલા નૈરયિક જીવના ક્ષણે-ક્ષણે ભવનિબંધક કર્મ ક્ષય થાય છે, તે નૈરયિક ભવાવી ચિમરણ છે. નૈરયિક ભાવમાં વર્તતા નૈરયિક જીવના ક્ષણે ક્ષણે દુઃખ, અશાંતિ વગેરે ભાવો વ્યતીત થાય છે, તે નૈરયિક ભાવાવ ચિમરણ છે. આ રીતે ચારે ગતિની અપેક્ષાએ મરણના વીસ ભેદ થાય છે. અવધિમરણ:२३ ओहिमरणे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहादव्वोहि-मरणे,खेत्तोहिमरणे जावभावोहिमरणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અવધિમરણના કેટલા પ્રકાર છે? ઉત્તર– હે ગૌતમ! પાંચ પ્રકાર છે. યથા- દ્રવ્યાવધિમરણ, ક્ષેત્રાવધિમરણ, કાલાવધિમરણ અને ભવાવધિમરણ અને ભાવાવધિમરણ. २४ दव्वोहि-मरणे णं भंते ! कइविहे पण्णते? गोयमा ! चउव्विहे पण्णत्ते,तं जहाणेरइयदव्वोहिमरणे जावदेवदव्वोहिमरणे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્યાવધિમરણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ચાર પ્રકાર છે. યથા-નૈરયિકદ્રવ્યાવધિમરણ, તિર્યંચયોનિકદ્રવ્યાવધિમરણ, મનુષ્યદ્રવ્યાવધિમરણ અને દેવદ્રવ્યાવધિમરણ. २५ सेकेणतुणं भंते ! एवं वुच्चइ- णेरइयदव्वोहि-मरणे णेरइयदव्वोहि मरणे?
गोयमा ! जण्णं णेरइया णेरइयदव्वे वट्टमाणा जाइंदव्वाइं संपयं मरति, ते णं णेरइया ताईदव्वाइं अणागएकाले पुणो विमरिस्संति,सेतेणटेणंगोयमा ! जावणेरइय दव्वोहिमरणे। एवंतिरिक्खजोणियमणुस्सदेवदव्वोहिमरणेवि। एवंएएणंगमेणंखेतोहिमरणे वि, कालोहिमरणे वि, भवोहिमरणे वि, भावोहिमरणे वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નૈરયિક દ્રવ્યાવધિમરણને “નૈરયિક દ્રવ્યાવધિમરણ” કહે છે?
ઉત્તર- હે ગૌતમ! નૈરયિકપણે રહેલા નૈરયિક જીવ, જે દ્રવ્યોને વર્તમાન સમયે છોડે છે અને પુનઃ તે જ જીવ, ભવિષ્યકાલમાં નૈરયિક થઈને તે જ દ્રવ્યોને ગ્રહણ કરીને પુનઃ છોડશે. તેથી હે ગૌતમ ! નૈરયિક દ્રવ્યાવધિમરણને “નૈરયિક દ્રવ્યાવધિમરણ” કહે છે. તે જ રીતે તિર્યંચયોનિક દ્રવ્યાવધિમરણ, મનુષ્ય દ્રવ્યાવધિમરણ અને દેવદ્રવ્યાવધિમરણ જાણવું જોઈએ. તે જ રીતે ક્ષેત્રાવધિમરણ, કાલાવધિમરણ, ભવાવધિમરણ અને ભાવાવધિમરણ પણ સમજવું જોઈએ. વિવેચન :
અવધિમરણમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવની અપેક્ષાએ પાંચ ભેદ અને પ્રત્યેકના ચાર