________________
| ૧૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
ગતિની અપેક્ષાએ ચાર ભેદ થાય છે. નૈરયિક જીવ આયુષ્યદલિકોને મર્યાદિત કાલ માટે જ છોડે છે. પુનઃ ભવભ્રમણ કરતાં તેને ગ્રહણ કરવાના છે. અવધિ એટલે મર્યાદિત કાલ માટે તે આયુષ્ય દલિકો છૂટે છે તેથી તેને નૈરયિક દ્રવ્યાવધિમરણ કહે છે. આ રીતે પ્રત્યેક ભેદ સમજવા. આત્યંતિક મરણ:
२६ आइयंतियमरणे णं भंते ! पुच्छा । गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहादव्वाइयतियमरणे,खेत्ताइयतियमरणे, जावभावाइयतियमरणे। ભાવાર્થ – પ્રશ્ન-હે ભગવન્! આત્યંતિક મરણના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! પાંચ પ્રકાર છે. યથા- દ્રવ્યાત્યંતિકમરણ, ક્ષેત્રાત્યંતિક મરણ, કાલાત્યંતિક મરણ, ભવાત્યંતિક મરણ અને ભાવાત્યંતિક મરણ. २७ दव्वाइयंतियमरणे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! चउव्विहे पण्णत्ते, तं जहा- णेरइयदव्वाइयतियमरणे जाव देवदव्वाइयतियमरणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્યાત્યંતિક મરણના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! ચાર પ્રકાર છે. યથા- નરયિક દ્રવ્યાત્યંતિક મરણ થાવ, દેવ દ્રવ્યાત્યંતિક મરણ. २८ सेकेण?णं भंते ! एवं वुच्चइ-णेरड्यदव्वाइयंतियमरणे णेरइयदव्वाइयंतिय मरणे? ___ गोयमा ! जण्णं णेरइया णेरइयदव्वे वट्टमाणा जाई दव्वाई संपयं मरंति, तेणं णेरड्या ताइंदव्वाइंअणागएकालेणोपुणो विमरिस्संति,सेतेणटेणंजावणेरड्यदव्वाइयंतिय मरणे। एवं तिरिक्ख जोणियमणुस्सदेवाइयतियमरणे, एवं खेत्ताइयतियमरणे वि, एवं जावभावाइयतियमरणे वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નૈરયિક દ્રવ્યાત્યંતિક મરણને “નૈરયિક દ્રવ્યાત્યંતિક મરણ” કહે છે ?
ઉત્તર– હે ગૌતમ! નૈરયિકપણે રહેલા નૈરયિક જીવ, જે દ્રવ્યોને વર્તમાન સમયે છોડે છે, તે નૈરયિક જીવ, તે દ્રવ્યોને ભવિષ્ય કાલમાં ફરી કયારેય ગ્રહણ કરશે નહીં અને છોડશે નહીં. તેથી હે ગૌતમ! નૈરયિક દ્રવ્યાત્યંતિક મરણને “નૈરયિક દ્રવ્યાત્યંતિક મરણ” કહે છે. તે રીતે તિર્યંચ યોનિક દ્રવ્યાત્યંતિક મરણ, મનુષ્ય દ્રવ્યાત્યંતિક મરણ અને દેવ દ્રવ્યાત્યંતિક મરણ પણ જાણવું જોઈએ તથા આ રીતે ક્ષેત્રાત્યંતિક મરણ, કાલાત્યંતિક મરણ, ભવાત્યંતિક મરણ અને ભાવાત્યંતિક મરણ પણ જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં મરણના ત્રીજા ભેદરૂપ આત્યંતિક મરણનું સ્વરૂપ દર્શાવ્યું છે. નૈરયિકાદિ આયુષ્યના દલિકો છોડ્યા પછી તે જીવ કયારે ય તેને ગ્રહણ કરવાનો ન હોય તો તે નૈરયિક આત્યંતિક મરણ કહેવાય છે. મરણના બીજા ભેદ અવધિ મરણ અને આ ત્રીજા મરણમાં પ્રતિપક્ષભાવ છે. અવધિમરણમાં કેટલાક કાલ