________________
૯૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
જયારું = ગૃહીત, સામાન્યરૂપે ગ્રહણ કર્યા વાડું = બંધન રૂપે બાંધ્યા પુઠ્ઠાડું = પ્રદેશરૂપે(પ્રક્ષિપ્ત કરીને) પુષ્ટ કર્યા પવિયાડું સ્થિતિરૂપે સ્થાપિત કર્યાવિફાદું જીવ પ્રદેશમાં પ્રવેશ કર્યોમણિવિદ્દારું = જીવ પ્રદેશોમાં અત્યંત ગાઢ રૂપે પ્રવિષ્ટ કર્યા મસમMાયારૃ ઉદયાભિમુખ બનેલામતિ - છોડે છે, અથવા ભોગવીને મરે છે અણુસમય = પ્રતિસમય. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્યાવચિમરણના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યાવચિમરણના ચાર પ્રકાર છે. યથા- (૧) નૈરયિક દ્રવ્યાવચિમરણ (૨) તિર્યંચ યોનિક દ્રવ્યાવચિમરણ (૩) મનુષ્ય દ્રવ્યાવચિમરણ (૪) દેવ દ્રવ્યાવીચિમરણ.
પ્રશ્ન-હે ભગવન્! તેનું શું કારણ છે કે નૈરયિક દ્રવ્યાવીચિમરણને નૈરયિક દ્રવ્યાપીચિમરણ કહે છે?
ઉત્તર– હે ગૌતમ! નૈરયિક દ્રવ્ય(જીવ) પણે વર્તતા નૈરયિક જીવે, જે દ્રવ્યોને નૈરયિક આયુષ્યરૂપે ગ્રહણ કર્યા છે(સ્પર્યા છે), બંધનરૂપે બાંધ્યા છે, પુષ્ટ કર્યા છે, વિશિષ્ટ રસ યુક્ત કર્યા છે, સ્થિતિ રૂપે સ્થાપિત કર્યા છે, જીવ પ્રદેશોમાં પ્રવિષ્ટ કર્યા છે, અભિનિવિષ્ટ-અત્યંત ગાઢરૂપે પ્રવિષ્ટ કર્યા છે અને ઉદયાભિમુખ કર્યા છે, તે દ્રવ્યોને તે નૈરયિક પ્રતિસમયે નિરંતર આવીચિમરણથી છોડે છે. તેથી હે ગૌતમ! તે નરયિક દ્રવ્યાવચિમરણને નૈરયિક દ્રવ્યાવીચિમરણ કહે છે. તે રીતે તિર્યંચ દ્રવ્યાવચિમરણ, મનુષ્ય દ્રવ્યાવીચિમરણ અને દેવ દ્રવ્યાવચિમરણ જાણવું જોઈએ.
२१ खेत्तावीचियमरणे णं भंते ! कइविहे पण्णते? गोयमा ! चउव्विहे पण्णत्ते,तं जहा- जेरइयखेत्तावीचियमरणे जावदेवखेत्तावीचियमरणे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ક્ષેત્રાવી ચિમરણના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! ચાર પ્રકાર છે, યથા– નૈરયિક ક્ષેત્રાવી ચિમરણ, તિર્યંચયોનિક ક્ષેત્રાવી ચિમરણ, મનુષ્ય ક્ષેત્રાવીચિમરણ અને દેવ ક્ષેત્રાવચિમરણ. २२ सेकेणटेणं भंते! एवं वुच्चइ-णेरइयखेत्तावीचियमरणे णेरइयखेत्तावीचिय मरणे?
गोयमा !जणंणेरइया णेरइयखेत्ते वट्टमाणा जाइंदव्वाइंणेरइयाउयत्ताए गहियाई, एवं जहेव दव्वावीचियमरणे तहेव खेत्तावीचियमरणे वि । एवं जावभावावीचियमरणे। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નૈરયિક ક્ષેત્રાવી ચિમરણને નૈરયિક ક્ષેત્રાવી ચિમરણ કહે છે?
ઉત્તર- હે ગૌતમ ! નૈરયિક ક્ષેત્રમાં રહેલા નૈરયિક જીવે જે દ્રવ્યોને સ્વયં નૈરયિક આયુષ્યપણે ગ્રહણ કર્યા છે, યાવત તે દ્રવ્યોને પ્રતિસમય નિરંતર છોડે છે, ઇત્યાદિ દ્રવ્યાવચિમરણની સમાન અહીં ક્ષેત્રાવચિમરણનું પણ સંપૂર્ણ કથન કરવું જોઈએ. તે જ રીતે કાલાવચિમરણ, ભવાનીચિમરણ અને ભાવાવ ચિમરણ સુધી કહેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આવી ચિમરણના ભેદ પ્રભેદોનું નિરૂપણ છે. આવીચિમરણના દ્રવ્ય,ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવની અપેક્ષાએ પાંચ ભેદ છે અને તે પ્રત્યેકના નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવની અપેક્ષાએ