________________
શતક-૧૩: ઉદ્દેશક-૭.
[ ૯૫ |
પણ હોય છે. १५ पुव्वि भंते ! काये, पुच्छा? गोयमा ! पुट्वि पिकाये, कायिज्जमाणे विकाये, कायसमयवीइक्कते विकाये। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું પહેલાં કાયા હોય છે ઇત્યાદિ પ્રશ્ન.?
ઉત્તર- હે ગૌતમ! જીવનો સંબંધ થતાં પહેલાં પણ કાયા હોય છે. કાયિક પુદ્ગલોના ગ્રહણ સમયે પણ કાયા હોય છે અને કાયિક પુદગલોના ગ્રહણનો સમય વ્યતીત થઈ ગયા પછી પણ કાયા હોય છે. १६ पुट्विं भंते !काये भिज्जइ? पुच्छा। गोयमा ! पुबि पिकाये भिज्जइ जावकाये મgI ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જીવો દ્વારા ગ્રહણ કર્યા પહેલાં કાયાનું ભેદન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પહેલાં પણ કાયનું ભેદન થાય છે. પુદ્ગલોના ગ્રહણ સમયે પણ કાયાનું ભેદન થાય છે. પુદ્ગલોના ગ્રહણ કરવાનો સમય વ્યતીત થઈ ગયા પછી પણ કાયાનું ભેદન થાય છે. १७ कइविहे णं भंते !काये पण्णत्ते?
___ गोयमा ! सत्तविहे काये पण्णत्ते,तंजहा- ओराले, ओरालियमीसए, वेउव्विए, वेउव्वियमीसए आहारए, आहारगमीसए, कम्मए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કાયાના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! સાત પ્રકાર છે, યથા (૧) ઔદારિક (૨) ઔદારિક મિશ્ર (૩) વૈક્રિય (૪) વૈક્રિય મિશ્ર (૫) આહારક (૬) આહારક-મિશ્ર અને (૭) કાર્પણ કાય. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં કાયા વિષયક વિવિધ દષ્ટિકોણથી નિરૂપણ છે.
ભાષા અને મન કરતાં કાયાનું સ્વરૂપ ભિન્ન છે. ભાષા અને મન વર્તમાનકાલભાવી છે. કારણકે બોલતા સમયે કે મનન સમયે જ તેનું અસ્તિત્વ હોય છે. જ્યારે કાયાની સ્થિતિ ત્રિકાલ સ્થાયી છે. કાયા પુદ્ગલમય છે. સ્વભાવની અપેક્ષાએ ચૈતન્ય સ્વરૂપ આત્માથી સર્વથા ભિન્ન છે. તેમ છતાં પ્રસ્તુત સૂત્રોમાં સાપેક્ષ સમાધાન છે. (૧) કાયા આત્મા પણ છે અને અનાત્મ પણ છે - કાયા કથંચિત્ આત્મસ્વરૂપ છે, કારણ કે કાયાનો સ્પર્શ કરવાથી આત્માને અનુભવ થાય છે, કાયાથી બાંધેલા કર્મોનો અનુભવ આત્માને થાય છે. તેમજ જીવકૃત કર્મોનું વેદન પણ કાયાના માધ્યમથી થાય છે. તેથી તે કથંચિત્ આત્મસ્વરૂપ છે. કથંચિત્ અનાત્મસ્વરૂપ છે, કારણ કે કાયાનો વિનાશ થવાથી આત્માનો વિનાશ થતો નથી, કાયાના એકાદ અંગનું છેદન થવાથી આત્માનું છેદન થતું નથી, તેથી તે કથંચિત્ અનાત્મસ્વરૂપ છે.
કાર્પણ કાયા અને સંસારી આત્મા, પરસ્પર ક્ષીર-નીરની જેમ એકમેક રૂપે રહે છે તેથી કાર્પણ કાયની અપેક્ષાએ કાયા આત્મરૂપ છે અને ઔદારિક આદિ શરીરની અપેક્ષાએ કાયા આત્માથી ભિન્ન છે.