________________
[ ૯૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! શું મનન પૂર્વે મનનું ભેદન થાય, મનન સમયે મનનું ભેદન થાય કે મનનસમય વ્યતીત થયા પછી મનનું ભેદન થાય?
ઉત્તર–ગૌતમ! જે રીતે ભાષાના ભેદન વિષયક કથન કર્યું, તે જ રીતે મનના ભેદન વિષયક કથન કરવું જોઈએ.
१२ कइविहे णं भंते !मणे पण्णत्ते? गोयमा !चउबिहे मणे पण्णत्ते,तंजहा-सच्चे जावअसच्चामोसे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! મનના ચાર પ્રકાર છે. યથા- (૧) સત્યમન (૨) મૃષામન (૩) મિશ્રમન (૪) વ્યવહાર મન. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મન વિષયક વિવિધ નિરૂપણ છે. તેનું વિવેચન ભાષાની સમાન સમજવું જોઈએ. મન-મનન-ચિંતન કરવામાં ઉપકારી મનોવર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરી જીવ દ્વારા જે ચિંતન-મનન થાય છે તે મને કહેવાય છે. મનની ઉત્પત્તિ - મન:પર્યાપ્તિ નામ કર્મના ઉદયથી તેની ઉત્પત્તિ થાય છે મનનું ભેદન - મનોદ્રવ્ય સમુદાયનું વિખરાય જવું તેને મનનું ભેદન કહે છે. વર્તમાન યુગની ભાષામાં કહી શકાય કે મન જ્યારે ચિંતન, મનન, સ્મરણ, નિર્ણય, નિદિધ્યાસન, સંકલ્પ, વિકલ્પ આદિ ભિન્ન ભિન્ન રૂપે પરિણમે છે, ત્યારે જ તેનું ભેદન થાય છે.
મન પણ ભાષાની જેમ અનાત્મરૂપ, રૂપી, અચિત્ત અને અજીવરૂપ છે. મનન સમયે તેને મન કહેવાય છે. મનન પહેલાં કે પછી તેનું અસ્તિત્વ હોતું નથી. તેથી મનન સમયે જ તેનું ભેદન થાય છે. મન જીવોને જ હોય છે. અજીવોને હોતું નથી. કાયા વિષયક વિવિધ પ્રશ્નોત્તર:१३ आया भंते !काये, अण्णे काये? गोयमा ! आया विकाये, अण्णे विकाये। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કાયા(શરીર) આત્મા છે કે આત્માથી ભિન્ન છે? ઉત્તર- હે ગૌતમ ! કાયા આત્મા પણ છે અને આત્માથી ભિન્ન પણ છે. १४ रूवि भंते !काये, अरूविंकाये?
गोयमा !रूविं विकाये, अरूविं विकाये। एवं एक्केक्के पुच्छा? गोयमा ! सचित्ते विकाये, अचित्ते विकाये । जीवे विकाये, अजीवे विकाये, जीवाण विकाये, अजीवाण विकाये। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાયા રૂપી છે કે અરૂપી ? ઉત્તર- હે ગૌતમ! કાયા રૂપી પણ છે અને અરૂપી પણ છે. આ રીતે પૂર્વવતુ એક એક પ્રશ્ન કરવા જોઈએ (ઉત્તર) હે ગૌતમ ! કાયા સચિત્ત પણ છે અચિત્ત પણ છે. કાય જીવરૂપ પણ છે અને અજીવરૂપ પણ છે. કાય જીવોને પણ હોય છે અને અજીવોને