________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૭
| ૯૩ |
વર્ણોનો સમૂહ ભાષા કહેવાય છે અને વર્ણ(અક્ષર), જીવના કંઠ, તાલુ, આદિના વ્યાપારથી ઉત્પન્ન થાય છે. કિંઠ, તાલ આદિનો વ્યાપાર જીવમાં જ પ્રાપ્ત થાય છે. આ રીતે ભાષા જીવના પ્રયત્નકૃત હોવાથી જીવને જ હોય છે.
જો કે ઢોલ મૃદંગ આદિ વાજિંત્રોમાંથી પણ ધ્વનિ ઉત્પન્ન થાય છે. તે શબ્દ કહેવાય છે પરંતુ ભાષા કહેવાતી નથી. કારણ કે જીવ દ્વારા ભાષા પર્યાપ્તિના સહયોગે નિષ્પન્ન શબ્દોને જ ભાષા કહેવાય છે. મૃદંગ આદિના ધ્વનિ પુગલના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે, કારણ કે શબ્દ, પુદ્ગલનો ગુણ છે. (બોલતા સમયે જ ભાષા છે:- જે રીતે પિંડ અવસ્થામાં રહેલી માટી કે ઘટ ફટયા પછી તેના દીકરાને ઘટ કહેવાતો નથી, તે જ રીતે બોલતા પહેલા કે પછી તે ભાષા કહેવાતી નથી. જે રીતે ઘટ અવસ્થા વિદ્યમાન હોય ત્યારે જ ઘટ કહેવાય છે, તે જ રીતે બોલાતા સમયે- મુખમાંથી નીકળતી અવસ્થામાં જ ભાષા કહેવાય
() બોલાતી ભાષાનું જ ભેદન થાય છે :- ભાષા વર્ણણાને ભાષારૂપે પરિણાવી વક્તા જ્યારે બોલે, ભાષાને છોડે ત્યારે તે ભાષા પુદ્ગલોનું વિખરાય જવું, તેના ખંડ થવા, તે પુલ સમૂહના છૂટા પડવાને ભેદન કહેવામાં આવે છે.
બોલતા પૂર્વે તો ભાષા પુદ્ગલ છોડાયા જ નથી. તેથી તેનું ભેદન સંભવિત નથી. બોલાયા પછી અર્થાતુ ભાષાના સમય પછી તે પુદ્ગલો ભાષા પરિણામે રહેતા નથી, માટે બોલાતા સમયે જ ભાષાનું ભેદન થાય છે.
ભાષા સમય પછી તે પુદ્ગલ શબ્દ કહેવાય છે. અંતર્મુહૂર્ત પછી તે પુદ્ગલ અશબ્દ પરિણત કહેવાય છે. વકતાના સામાન્ય પ્રયત્નથી છોડેલા ભાષા પુદ્ગલ ભેદતાં-ભેદાતાં ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન જતાં વિનષ્ટ થઈ જાય છે અને મહાપ્રયત્નથી અર્થાત્ આત્માના વિશેષ સામર્થ્ય દ્વારા છોડાતા ભાષા પુગલ ભેદતાં-ભેદતાં અને અન્ય પુગલોને વાસિત કરતાં અસંખ્ય યોજન સુધી જાય છે. મન વિષયક વિવિધ પ્રશ્નોત્તર:| ९ आया भंते !मणे, अण्णे मणे । गोयमा !णो आया मणे, अण्णेमणे । जहा भासा तहा मणे वि जावणो अजीवाणं मणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મન આત્મા છે કે આત્માથી ભિન્ન છે?
ઉત્તર- હે ગૌતમ! મન આત્મા નથી. મન આત્માથી અન્ય(ભિન્ન) છે. ઇત્યાદિ જે રીતે ભાષાના વિષયમાં કથન કર્યું, તે જ રીતે મનના વિષયમાં પણ કથન કરવું યાવતુ અજીવોને મન હોતું નથી. १० पुट्विं भते ! मणे, मणिज्जमाणे मणे? गोयमा !जहेव भासा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનન પૂર્વે મન હોય કે, મનન સમયે મન હોય અથવા મનન સમય વ્યતીત થયા પછી મન હોય? ઉત્તર- હે ગૌતમ! જે રીતે ભાષાના સંબંધમાં કથન કર્યું, તે જ રીતે મનના વિષયમાં પણ કથન કરવું જોઈએ.
११ पुटिव भंते ! मणे भिज्जइ; मणिज्जमाणे मणे भिज्जइ, मणसमयवीइक्कंते मणे મિmફ ?ોયHT !નદેવ માતા |