________________
[ ૯૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
બોલ્યા પછી ભાષા કહેવાય?
ઉત્તર- હે ગૌતમ ! બોલતા પહેલાં ભાષા નથી, બોલતા સમયે ભાષા કહેવાય છે, બોલ્યા પછી ભાષા કહેવાતી નથી.
७ पुवि भंते !भासा भिज्जइ, भासिज्जमाणी भासा भिज्जइ, भासासमयवीइक्कता બાલામિન ?
गोयमा ! णो पुव्वि भासा भिज्जइ, भासिज्जमाणी भासा भिज्जइ, णो भासासमयवीइक्कता भासा भिज्जइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું બોલતા પહેલાં ભાષાનું ભેદન થાય, બોલતા સમયે ભાષાનું ભેદન થાય કે બોલ્યા પછી ભાષાનું ભેદન થાય?
ઉત્તર- હે ગૌતમ! બોલતા પહેલાં ભાષાનું ભેદન થતું નથી, બોલતા સમયે ભાષાનું ભેદન થાય છે, બોલ્યા પછી પણ ભાષાનું ભેદન થતું નથી. |८ कइविहाणं भंते ! भासा पण्णता? गोयमा ! चउव्विहा भासा पण्णत्ता,तंजहासच्चा,मोसा,सच्चामोसा, असच्चामोसा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભાષાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ભાષાના ચાર પ્રકાર છે. યથા– સત્યભાષા, મૃષા-ભાષા, સત્યમૃષા-મિશ્રભાષા અને અસત્યામૃષા-વ્યવહાર ભાષા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ દષ્ટિકોણથી ભાષા વિષયક નિરૂપણ છે. (૧) ભાષા અનાત્મ રૂપ છે - ભાષા આત્મરૂપ અર્થાત્ જીવ સ્વભાવ નથી, કારણ કે તે પુલમય છે. માટે આત્માથી તે ભિન્ન છે. જે રીતે જીવ દ્વારા ફેંકાયેલું ઢેફંજીવથી ભિન્ન છે, અચેતન છે; તે જ રીતે જીવ દ્વારા ગ્રહણ કરીને મૂકાયેલા ભાષા વર્ગણાના પુગલો પણ જીવથી ભિન્ન છે, અનાત્મરૂપ છે. ભાષામાં જીવનો વ્યાપાર છે, તો પણ તેને જીવ સ્વરૂપ કહી શકાય નહીં, કારણ કે જીવનો વ્યાપાર ફેંકાયેલા ઢેફામાં હોવા છતાં તે ઢેડું જીવ સ્વરૂપ નથી. (૨) ભાષા રૂપી છે:- ભાષા ચક્ષુરિન્દ્રિયથી અગ્રાહ્ય છે. તોપણ તેને અરૂપી કહી શકાય નહીં કારણ કે પરમાણુ આદિ, સૂક્ષ્મ પુદ્ગલો, દેવોનું રૂપ, વાયુ વગેરે પદાર્થો ચક્ષુગ્રાહ્યા ન હોવા છતાં તે રૂપી છે. તેમજ ભાષા પણ રૂપી છે. ભાષાના પુદ્ગલો ગ્રહણ કરાય છે અને મૂકાય છે. તેથી તે પુગલ સ્વરૂપ છે. તેના પુદ્ગલો વણોદિ ૧૬ બોલ યુક્ત હોય છે. તે ચઉત્પશી અને ચક્ષુથી અગ્રાહ્ય હોય છે. (૩) ભાષા અચિત્ત છેઃ- ભાષા અનાત્મરૂપ છે. તે જીવ દ્વારા છોડેલા પદગલ સ્વરૂપ છે. જીવ દ્વારા નિસૃષ્ટ કફ, આદિ પુગલોની સમાન ભાષા પણ પુગલ સમૂહ રૂપ છે તેથી તે અચિત્ત છે. (૪) ભાષા અજીવ છે :- ભાષા જીવ રૂપ(પ્રાણ-ધારણ કરવાના સ્વભાવવાળી) નથી કારણ કે તેમાં ઉચ્છવાસ આદિ પ્રાણોનો અભાવ છે, તેથી તે અજીવરૂપ જ છે. (૫) ભાષા જીવને હોય છે :- ભાષા જીવ સ્વરૂપ નથી તેમ છતાં ભાષા જીવોને જ હોય છે, કારણ કે