________________
|
૯૬ |
શ્રી ભગવતી સૂત્ર-૪
(૨) કાયા રૂપી પણ છે અરૂપી પણ છે - ઔદારિક આદિ શરીરોની અપેક્ષાએ કાયા રૂપી છે અને કાર્મણકાય રૂપી હોવા છતાં પણ અતિ સૂક્ષ્મ હોવાથી કાયાને સ્થૂલ દષ્ટિએ અરૂપી પણ માની શકાય છે. (વાસ્તવિક રીતે અરૂપી નથી) (૩) કાયા સચિત્ત પણ છે અચિત્ત પણ છે:- જીવિત અવસ્થામાં ચૈતન્ય યુક્ત હોવાથી કાયા સચિત્ત છે અને મૃતાવસ્થામાં ચૈતન્યનો અભાવ હોવાથી તે કાયા અચિત્ત પણ છે. (૪) કાયા જીવ પણ છે અને અજીવ પણ છે:- વિવક્ષિત ઉચ્છવાસાદિ પ્રાણ ધારણ કરવાથી ઔદારિક શરીરની અપેક્ષાએ કાયા જીવ રૂપ છે અને ઉચ્છવાસાદિ રહિત મૃતદેહની અપેક્ષાએ કાયા અજીવ રૂપ છે. (૫) કાયા જીવને પણ છે અને અજીવને પણ છે - જીવ શરીર ધારણ કરે છે. તેથી જીવને કાય-શરીર હોય છે અને માટી આદિથી બનેલા શરીરનો આકાર અજીવ કાય કહેવાય છે. () કાયા પહેલાં, પછી અને વર્તમાનમાં હોય છે:- જીવનો સંબંધ થયા પહેલાં પણ કાયા હોય છે. જેમ કે દેડકા આદિનું કલેવર પડ્યું હોય જીવ ઉત્પન્ન થતાં તે જીવની તે કાયા બની જાય છે. વર્તમાનમાં જીવ તે શરીર યોગ્ય પગલોને ગ્રહણ કરે છે. તેથી ગ્રહણ સમયે પણ કાયા છે. જીવ દ્વારા શરીરને યોગ્ય પગલ ગ્રહણનો સમય વ્યતીત થઈ ગયા પછી પણ કાયા હોય છે. જેમ કે મૃત કલેવર. (૭) કાયાન ભેદન પહેલાં પછી અને વર્તમાનમાં હોય છે - જીવ દ્વારા કાયાને યોગ્ય પુગલો ગ્રહણ કરાતાં પહેલાં પણ પ્રતિક્ષણ પુદ્ગલોનો ચય-ઉપચય થવાની પહેલાં પણ કાયાનું ભેદન થાય છે. જેમ કે જે ઘટમાં મધ ભરવાનો વિચાર હોય તેને મધ ભર્યા પહેલાં પણ મધુ-ઘટ કહેવાય છે. તે જ રીતે કાયા રૂપે પરિણત થયા પહેલાં પણ તેને દ્રવ્ય-કાયા કહી શકાય છે. જીવ દ્વારા ગ્રહણ કરાતા સમયે પણ કાયાનું ભેદન થાય તે સ્પષ્ટ છે. જીવ રહિત કાયાનું પણ અસ્તિત્વ રહે છે અને તેમાંથી પુગલો વિખેરાતા જાય છે માટે કાયાનો સમય વ્યતીત થઈ ગયા પછી પણ તેનું ભેદન થાય છે. મરણના વિવિધ પ્રકાર :१८ कइविहे णं भंते ! मरणे पण्णत्ते? ।
गोयमा !पंचविहेमरणेपण्णत्ते,तंजहा-आवीचियमरणे ओहिमरणे आइयंतियमरणे बालमरणे पडियमरणे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મરણના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! મરણના પાંચ પ્રકાર છે. યથા– (૧) આવી ચિમરણ (૨) અવધિમરણ (૩) આત્યંતિક મરણ (૪) બાલમરણ (૫) પંડિત મરણ. વિવેચન : - મરણ :- આયુષ્ય પૂર્ણ થતાં આત્મા અને સ્કૂલ શરીરનું જુદા થઈ જવું, શરીરમાંથી આયુષ્ય બલપ્રાણનો નાશ થવો, તથા બાંધેલા આયુષ્ય કર્મના દલિકોનો ક્ષય થવો, તેને મરણ કહે છે તેના પાંચ પ્રકાર છે. યથા(૧) આવી ચિમરણઃ- (૧) આલમનાદીવય-પ્રતિસમયમનુભૂથમાનાયુકોપરાપરયુતિવાફૂર્વાયું સૈનિવિષ્ણુતિનHEવસ્થા યામિન તલાવવા જેમ પ્રતિ સમયેતરંગો ઉત્પન્ન થાય અને નષ્ટ થાય