________________
[ ૮૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ગણનાયક આદિ પરિવારથી યુક્ત કેશી રાજાએ, ઉદાયન રાજાને ઉત્તમસિંહાસન પર પૂર્વાભિમુખ બેસાડયા, બેસાડીને એકસો આઠ સુવર્ણ કળશોથી અભિષેક કર્યો. ઇત્યાદિ જમાલીની સમાન વર્ણન કરવું જોઇએ, વાવ કેશી રાજાએ કહ્યું – “હે સ્વામિનું! કહો અમે આપને શું દઈએ, શું અર્પણ કરીએ, આપનું શું પ્રયોજન
१५ तएणं से उदायणे राया केसि रायं एवं वयासी- इच्छामि णं देवाणुप्पिया। कुत्तियावणाओ रयहरणं च पडिग्गहच आणिय, कासवगं च सदावियं । एवं जहा जमालिस्स, णवरंपउमावई अग्गकेसे पडिच्छइ पियविप्पओगदूसहा।। ___ तएणंसेकेसी राया दोच्चं पि उत्तरावक्कमणंसीहासणंरयावेइ,रयावेत्ता, उदायणं रायंसेयापीयएहिं कलसेहिं ण्हावेइ व्हावेत्तासेसंजहाजमालिस्स जावसण्णिसण्णे,तहेव अम्मधाई, णवरं पउमावई हंसलक्खणं पडसाडगंगहाय सेसंतं चेव जावसीयाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता,जेणेव समणे भगवंमहावीरेतेणेव उवागच्छइ,तेणेव उवागच्छित्ता समणं भगवंमहावीरं तिक्खुत्तो वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता उत्तरपुरथिमं दिसिभागं अवक्कमइ अवक्कमित्तासयमेव आभरणमल्लालंकारंओमुयइ । तंव पउमावई पडिच्छइ जावघडियव्वंसामी ! जावणोपमाएयव्वं,त्ति कटुकेसी राया पउमावई यसमणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता, णमंसित्ता जावपडिगया। तएणं से उदायणे राया सयमेव पंचमुट्ठियंलोयंकरेइ, सेसंजहा उसभदत्तस्स जावसव्वदुक्खप्पहीणे। ભાવાર્થ:- ઉદાયન રાજાએ કેશીરાજાને કહ્યું કે- “હે દેવાનુપ્રિય ! કુત્રિકાપણામાંથી રજોહરણ અને પાત્રા મંગાવો, નાપિતને બોલાવો.” ઇત્યાદિ જમાલીના વર્ણન અનુસાર ઉદાયન રાજાની દીક્ષાની પૂર્વ તૈયારીનું વર્ણન કરવું, વિશેષતા એ છે કે જેને પ્રિય વિયોગ દુઃસહ્ય છે, તેવી પદ્માવતી રાણીએ ઉદાયન રાજાના અગ્રકેશોને ગ્રહણ કર્યા.
ત્યાર પછી કેશી રાજાએ બીજી વાર પણ ઉત્તર દિશામાં સિંહાસન રાખીને સોના અને ચાંદીના કળશોથી ઉદાયન રાજાનો અભિષેક કર્યો. શેષ સર્વ વર્ણન જમાલીની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે અહીં પદ્માવતી રાણી હંસના ચિહ્નવાળા રેશમી વસ્ત્રને ગ્રહણ કરીને ઉદાયન રાજાની જમણી બાજુ બેઠી. તેમજ ધાયમાતાઓ પણ યથાસ્થાન બેઠી ઇત્યાદિ શેષ સર્વ વર્ણન જાણવું વાવત ઉદાયન રાજા શિબિકાથી નીચે ઉતર્યા, નીચે ઉતરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે આવ્યા, ત્યાં આવીને ત્રણવાર વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને, ઉત્તર-પૂર્વ દિશા તરફ જઈને, સ્વયમેવ આભરણ, માળા અને અલંકાર ઉતાર્યા, પદ્માવતી રાણીએ આભરણ આદિ ગ્રહણ કર્યા ઇત્યાદિ દીક્ષાવિધિનું વર્ણન પૂર્વવત્ જાણવું. પદ્માવતી રાણીએ આ પ્રમાણે કહ્યું- હે સ્વામિનુ! સંયમમાં પ્રયત્ન કરજો, તેમાં ક્ષણમાત્રનો પ્રમાદ કરશો નહીં. આ પ્રમાણે કહીને કેશી રાજા અને પદ્માવતી રાણીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કર્યા, નમસ્કાર કરીને પોતાના સ્થાને ગયા. ત્યાર પછી ઉદાયન રાજાએ સ્વયમેવ પંચમુષ્ટિ લોચ કર્યો, શેષ વૃતાન્ત શતક-૯/૩૩ માં કથિત ઋષભદત્તની સમાન જાણવું. સંયમ તપની સાધના કરીને ઉદાયન શ્રમણ સમસ્ત દુઃખોથી રહિત થયા.