________________
શતક–૧૩: ઉદ્દેશદ્ર
[ ૮૫]
ભાવાર્થ:- આ પ્રમાણે વિચાર કરીને ઉદાયન રાજા વીતિભય નગરની મધ્યમાંથી પસાર થઈને પોતાના ભવનની બાહ્ય ઉપસ્થાન-શાળા હતી ત્યાં આવ્યા, આવીને આભિષિક્ત પટ્ટહસ્તીને ઊભો રાખી તેના ઉપરથી નીચે ઉતરીને, સિંહાસન સમીપે આવીને ભવ્ય સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા. ત્યાર પછી સેવક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! વીતિભય નગરને અંદર અને બહારથી સ્વચ્છ કરાવો ઇત્યાદિ સેવક પુરુષોએ નગરની સફાઈ કરીને કાર્ય સમાપ્તિનું નિવેદન કર્યું.
१३ तएणं से उदायणे राया दोच्चं पिकोडुंबियपुरिसे सदावेइ, सद्दावेत्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया ! केसिस्स कुमारस्स महत्थं महग्धं महरिहं विउलं एवं रायाभिसेओ जहा सिवभद्दस्स कुमारस्स तहेव भाणियव्वो जाव परमाउं पालयाहि, इट्ठजणसंपरिखुडेसिंधूसोवीरपामोक्खाणंसोलसण्हंजणवयाणवीतीभयपामोक्खाणंतिण्णि तेसट्ठीणंणयरागरसयाणं महसेणपामोक्खाणंदसण्हराईण अण्णेसिंचबहूणं राईसर जाव कारेमाणे, पालेमाणे विहराहि त्ति कटु जयजयसदं पउंजंति ।
तएणं से केसी कुमारे राया जाए, महया हिमवंत जावरजं पसासेमाणे विहरइ। ભાવાર્થ :- ત્યાર પછી ઉદાયન રાજાએ બીજીવાર સેવક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયો! શીધ્ર કેશીકુમારના મહાપ્રયોજનભૂત, બહુમૂલ્યવાન અને મહાર્ણ મહારાજ્યાભિષેકની તૈયારી કરો. શતક-૧૧, ઉદ્દેશક-૯ના શિવભદ્રકુમારના રાજ્યાભિષેકની સમાન રાજ્યાભિષેક કર્યો. રાજાને મંગલ શબ્દોથી વધાવ્યા. “દીર્ધાયુષી થાઓ” ત્યાં સુધી કથન કરવું જોઈએ, તથા ઇષ્ટજનોથી પરિવૃત્ત થઈને સિન્ધ સૌવીર પ્રમુખ સોળ દેશ, વીતિમય પ્રમુખ ૩૩ નગર અને આકર તથા મુગટબંધ મહાસન પ્રમુખ દશ રાજા તથા અન્ય અનેક રાજા, યુવરાજા આદિનું સ્વામીપણું કરતાં અને રાજ્યનું પાલન કરતાં વિચરો. આ પ્રમાણે કહીને સર્વ લોકોએ જયનાદ કર્યો. કેશકુમાર રાજા બન્યા. તે મહાહિમવાન પર્વત જેવા હતા ઇત્યાદિ રાજાનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું થાવત રાજ્યનું પાલન કરતાં વિચરવા લાગ્યા. ઉદાયન રાજાનું મહાભિનિષ્ક્રમણ - १४ तएणं से उदायणे राया केसि रायाणं आपुच्छइ । तएणं से केसी राया कोडुबिय पुरिसेसद्दावेइ, एवं जहाजमालिस्स तहेव सब्भितरबाहिरियंतहेव जावणिक्खमणाभिसेयं ૩વકુફા
तएणं से केसी राया अणेगगणणायग जावसंपरिखुडे उदायणरायंसीहासणवरंसि पुरत्थाभिमुहे णीसीयावेइ, णिसीयावेत्ता अट्ठसएणं सोव्वण्णियाणं कलसाणं एवं जहा जमालिस्स जाव एवं वयासी-भण सामी ! किं देमो, किं पयच्छामो, किण्णा वा ते
ભાવાર્થ :- ત્યાર પછી ઉદાયન રાજાએ કેશી રાજા પાસે દીક્ષાની આજ્ઞા માંગી, કેશી રાજાએ સેવક પુરુષોને બોલાવ્યા અને શતક-૯૩૩માં કથિત જમાલી કુમારની સમાન નગરના આત્યંતર અને બાહ્ય ભાગને સ્વચ્છ કરાવ્યો યાવતુ દીક્ષા મહોત્સવની તૈયારી કરી, નિષ્ક્રમણાભિષેક(દીક્ષાભિષેક) કર્યો. અનેક