________________
[ ૭૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
| શતક-૧૩: ઉદ્દેશકજે સંક્ષિપ્ત સાર
જે
જે
આ ઉદ્દેશકમાં ૨૪ દંડકના જીવોની સાન્તર નિરન્તર ઉત્પત્તિનું, ચમરેન્દ્રના ચમરચંચા નામના આવાસનું તથા ઉદાયન રાજાના જીવન વૃત્તાંતનું કથન છે. * પાંચ સ્થાવરને છોડીને શેષ દંડકમાં જીવો સાત્તર અને નિરંતર બંને પ્રકારે જન્મ-મરણ કરે છે. પાંચ સ્થાવરમાં જીવો નિરંતર જન્મ મરણ કરે છે. * જંબુદ્વીપના મેરુપર્વતથી દક્ષિણમાં તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્રો પછી, અરુણોદય નામનો સમુદ્ર છે તેમાં ૪૨000 યોજન અંદર ચમરેન્દ્રનો તિગિચ્છક કૂટ નામનો ઉપપાત પર્વત છે. તેની દક્ષિણ દિશામાં ૫૫,૩૫,૫0,000 યોજન દૂર(તિરછા) અમરેન્દ્રની ચમચંચા રાજધાનીનો માર્ગ આવે છે અને ત્યાંથી દક્ષિણ પશ્ચિમમાં ૬,૫૫,૩૫,૫0000 યોજન દૂર ચમરેન્દ્રનો ચમરચંચા નામનો આવાસ છે. તે ૮૪,000 યોજન લાંબો, પહોળો અને ગોળ છે. ત્યાં અસુરકુમાર દેવો આનંદપૂર્વક ક્રીડાને માટે આવે છે. ત્યાં તેનો કાયમી નિવાસ નથી. * ઉદાયન રાજા સિંધુ સૌવીર આદિ સોળ દેશના અધિપતિ હતા. તે વીતીભય નગરમાં રહેતા હતા. તેનું રાજ્ય અત્યંત વિશાળ હતું. તેના રાજ્યમાં ૩૬૩નગર અને ખાણો હતી. તે મહાસેન આદિદશ મુકટબંધી રાજાઓ તથા અન્ય અનેક રાજાઓ શ્રેષ્ઠીઓ આદિ પર આધિપત્ય કરતા હતા. આ રીતે ભૌતિકક્ષેત્રે સમૃદ્ધ હતા, તે જ રીતે પ્રભુ મહાવીરના અનન્ય ભક્ત, જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક પણ હતા.
તેને પ્રભાવતી નામની રાણી અને અભીચિકુમાર નામનો રાજકુમાર હતો. કેશી નામનો તેનો એક ભાણેજ પણ તેમની સાથે જ રહેતો હતો.
એકદા પૌષધવ્રતની આરાધના કરતા, રાત્રિના સમયે ધર્મજાગરણ કરતાં તેમને પ્રભુના દર્શનની તીવ્ર તમન્ના પ્રગટી. સર્વજ્ઞ પ્રભુ ઉદાયનના મનોગત ભાવ જાણીને, વીતીભય નગરમાં પધાર્યા. પ્રભુનો ધર્મોપદેશ સાંભળીને, રાજાને વૈરાગ્યભાવ જાગૃત થયો. પુત્રને રાજ્યનો કારભાર સોંપીને સંયમ સ્વીકાર કરવાની ભાવના તેમણે પ્રભુ સમક્ષ પ્રગટ કરી.
નગરીમાં જતાં એકાએક તેના વિચારમાં પરિવર્તન આવ્યું. તેને થયું કે મારો પુત્ર રાજ્યનું પાલન કરતાં જો તેમાં જ મૂચ્છિત બની જશે તો તેના પરિણામે તેની દુર્ગતિ થશે.પિતા તરીકે મારી ફરજ છે કે મારા સંતાન કોઈ પણ નિમિત્તે દુર્ગતિને પ્રાપ્ત ન કરે. તેથી રાજકુમાર અભીચિને બદલે ભાણેજ કેશીકુમારને રાજ્ય સોંપીને દીક્ષિત થવું, તે મારા માટે અને મારા વ્હાલસોયા પુત્રને માટે શ્રેયસ્કર છે. આ પ્રકારની પુત્રની હિતચિંતા અનુસાર કેશીકુમારનો રાજ્યાભિષેક કર્યો અને સ્વયં પ્રભુ પાસે પ્રવ્રજિત થઈ ગયા. તપ સંયમની આરાધના કરી, સર્વ કર્મનો ક્ષય કરી, સિદ્ધગતિને પામી ગયા.
અભીચિકમાર અત્યંત વિનીત અને નમ્ર હતો. પિતાના તે વ્યવહારનો તેણે સ્વીકાર કર્યો. પરંતુ સમય જતાં તેના મનમાં વિચાર આવવા લાગ્યા કે મારા પિતાએ મારી સાથે અન્યાય કર્યો છે. મને છોડીને પોતાના ભાણેજને રાજ્ય સોંપી દીધું. પિતાના આ પ્રકારના વર્તનનો તેના અંતરમાં અત્યંત રંજ રહેવા