________________
શતક—૧૩: ઉદ્દેશક–૬
૭૭
લાગ્યો પણ હવે તેનો કોઈ ઉપાય ન હતો. તે સ્વયં માનસિક દુઃખથી ઉદાસ રહેવા લાગ્યો અને પિતા પ્રતિ વૈરભાવ જાગૃત થયો. એકદા પોતાના પરિવાર સહિત નગરી છોડીને ચંપાનગરીમાં રાજા કૂબ્રિકના આશ્રયમાં જઈને ત્યાં રહેવા લાગ્યો.
ત્યાં તેને પ્રભુનો સમાગમ થયો. સત્સંગના પ્રભાવે તેણે શ્રાવકના વ્રતનો સ્વીકાર કર્યો. અનેક વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરી, અંતે પંદર દિવસનો સંઘારો કર્યો, અન્ય સર્વ પાપોની આલોચનાદિ કરી. પરંતુ પિતાના અન્યાયપૂર્ણ વ્યવહારનો રંજ અને પિતા પ્રતિ રહેલા વૈરભાવની આલોચનાદિ કર્યા વિના કાલધર્મને પામી વિરાધકપણે અસુરકુમારમાં 'આતાપ' જાતિના દેવરૂપે ઉત્પન્ન થયો.
ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરીને, સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
આ રીતે અંતર-હૃદયમાં રહેલું નાનકડું ભાવ શલ્ય ઉચ્ચતમ સાધનાની સફળતામાં બાધક બને છે; આ તથ્ય અભીચિકુમારના જીવન પ્રસંગથી સ્પષ્ટ થાય છે.
܀܀܀܀܀