________________
| શતક્ર–૧૩: ઉદ્દેશક-૫
[ ૭૫]
શતક-૧૩: ઉદ્દેશક-પ
આહાર
નૈરયિકાદિનો આહાર:| १ रइया णं भंते ! किं सचित्ताहारा, अचित्ताहारा, मीसाहारा?
गोयमा !णो सचित्ताहारा, अचित्ताहारा,णो मीसाहारा । एवं असुरकुमारा, पढमो णेरइय उद्देसओ णिरवसेसो भाणियव्वो । सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! નરયિક સચિત્તાહારી છે, અચિત્તાહારી છે કે મિશ્રાહારી છે?
ઉત્તર– હે ગૌતમ ! તે સચિત્તાહારી નથી, મિશ્રાહારી નથી, તે અચિત્તાહારી છે. તે જ રીતે અસુરકુમારોને માટે પણ કહેવું જોઈએ. અહીં પ્રજ્ઞાપના સૂત્રના ૨૮મા “આહારપદ'નો પ્રથમ ઉદ્દેશક સંપૂર્ણ કહેવો જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
છે શતક ૧૩/પ સંપૂર્ણ
(C)