________________
[ ૭૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
અધોલોક વિશેષાધિક છે. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :લોક સંસ્થાન - લોક સુપ્રતિષ્ઠિત સરાવલાના આકારે છે. નીચે એક ઊંધું શકોરું, તેની ઉપર એક સીધું શકોરું અને તેની ઉપર એક ઊંધું શકોરું રાખતાં જે આકાર થાય તેવો આકાર આ લોકનો છે. નીચેથી પહોળો, મધ્યમાં સાંકડો, પુનઃ પાંચમા દેવલોક પર્યત ક્રમશઃ પહોળો અને લોકાંતે સાંકડો થઈ જાય છે. ત્યાં લોકની પહોળાઈ એક રજુ રહે છે. તેનું વિસ્તૃત વિવેચન શતક-૭/૧ માં કર્યું છે. અલ્પબહત્વ – તિરછોલોક સર્વથી નાનો છે કારણ કે તે ૧૮00 યોજન ઊંચો છે. તેનાથી ઊર્ધ્વલોક અસંખ્યાતગુણો છે કારણ કે તે કંઈક ન્યૂન સાત રજૂ પ્રમાણ છે. તેનાથી અધોલોક વિશેષાધિક છે કારણકે તે સાધિક સાત રજૂ પ્રમાણ છે.
શતક ૧૩/૪ સંપૂર્ણ
)