________________
| શતક્ર–૧૩: ઉદ્દેશક-૪ .
[ ૭૩ ]
विग्गहविग्गहिए लोए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! લોકનો વિગ્રહ-વિગ્રહિક(લોકરૂપ શરીરનો વક્રતાયુક્ત ભાગ) કયાં છે? ઉત્તર- હે ગૌતમ! જ્યાં વિગ્રહ કંડક(વક્રેતાયુક્ત ભાગ) છે, ત્યાં લોકનો વિગ્રહ-વિગ્રહિક ભાગ છે. વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રમાં લોકનો સંક્ષિપ્ત ભાગ અને વિગ્રહ-વિગ્રહિક ભાગનું પ્રતિપાદન કર્યું છે. બહસમભાગ:- ચૌદ રજૂ પરિમાણ આ લોક વિસ્તારમાં સર્વત્ર સમ નથી પરંતુ ક્યાંક પહોળો, ક્યાંક સાંકડો છે. પ્રદેશોની હાનિ વૃદ્ધિના કારણે તે વિષમ ભાગરૂપે છે. પરંતુ બે ક્ષુલ્લક પ્રતર એક સમાન છે. તે પ્રતર પ્રદેશોની હાનિ-વૃદ્ધિથી રહિત બહુ સમભાગ છે. તે બન્ને ક્ષુલ્લક પ્રતર રત્નપ્રભા પૃથ્વીના ઉપરી ભાગમાં છે. તે સમ અને સર્વથી ના છે. ઉપરના ક્ષુલ્લક પ્રતરથી ઉપરની તરફ અને નીચેના ક્ષુલ્લક પ્રતરથી નીચેની તરફ લોકની વૃદ્ધિ થાય છે. તે બંને પ્રતરોની લંબાઈ-પહોળાઈ સમાન એક રજૂ પરિમાણ છે. આ બંને પ્રતર તિરછાલોકના મધ્યવર્તી છે. તેનાથી ઉપર અને નીચે ૯૦૦૯00 યોજન પ્રમાણ તિરછોલોક છે. વિગ્રહ-વિગ્રહિક ભાગ:- સંપૂર્ણ લોક પુરુષ સંસ્થાન છે. તેમાં કમ્મર પર હાથ રાખીને ચક્રાકારે ફરતા પુરુષના બંને હાથની કોણીના સ્થાને તે વક્ર છે. લોકનો આ વક્ર ભાગ પાંચમા દેવલોક પાસે છે. આ વક્ર ભાગ વિગ્રહકંડક કહેવાય છે. તે લોકનો વિગ્રહ-વિગ્રહિક ભાગ છે અર્થાત્ ઉપર-નીચે બંને તરફથી પ્રદેશોની વૃદ્ધિની પૂર્ણતા થતો પ્રદેશ છે. બંને બાજુથી પ્રદેશોની વૃદ્ધિ અથવા હાનિ થવાથી વક્રતા થાય છે, તેથી તેને પણ વિગ્રહકંડક કહેવાય છે. (૧૩) લોક સંસ્થાન :
८६ किं संठिए णं भंते ! लोए पण्णत्ते? गोयमा ! सुपइट्ठियसंठिए लोए पण्णत्ते, हेट्ठा विच्छिण्णे, एवं जहा सत्तमसए पढमुद्देसे जाव अंतं करेइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ લોકનું સંસ્થાન કેવા પ્રકારનું છે?
ઉત્તર– હે ગૌતમ! આ લોકનું સંસ્થાન સુપ્રતિષ્ઠિત સરાવલાના આકારે છે. આ લોક નીચેથી વિસ્તૃત ઇત્યાદિ વર્ણન સાતમા શતકના પ્રથમ ઉદ્દેશક અનુસાર છે યાવત્ “સંસારનો અંત કરે છે ત્યાં સુધી કહેવું જોઈએ. ८७ एयस्स णं भंते ! अहेलोयस्स, तिरियलोयस्स, उड्डलोयस्स य कयरे कयरेहितो अप्पा वा जावविसेसाहिया वा? ___ गोयमा !सव्वत्थोवेतिरियलोए, उड्डलोए असंखेज्जगुणे,अहेलोएविसेसाहिए। ॥ सेवं અને સેવા મેતે !! ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અધોલોક, તિર્યલોક અને ઊર્ધ્વલોકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી નાનો તિર્યલોક છે, તેનાથી ઊર્ધ્વલોક અસંખ્યાતગુણો છે, તેનાથી