________________
|
૭૨ |
શ્રી ભગવતી સૂત્ર-૪
કૂટાગાર શાળાના દ્વારના કપાટોને બંધ કરીને તેના મધ્યભાગમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ એક હજાર દીપકો પ્રગટાવવામાં આવે તો તે ગૌતમ! શું તે દીપકોનો પ્રકાશ પરસ્પર મળીને, પરસ્પર સ્પર્શ કરીને એક બીજા સાથે એકમેક થઈ જાય છે? હા, ભગવન્! એક રૂપ થઈ જાય છે. હે ગૌતમ ! તે દીપકના પ્રકાશ પર શું કોઈ પુરુષ સ્થિર થઈ શકે છે, ઊભા રહી શકે છે, બેસી શકે છે કે સૂઈ શકે છે? ના, ભગવન્! તેમ શક્ય નથી. ત્યાં અનંત જીવો અવગાઢ હોય છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે થાવતુ તે સ્થાને અનંત જીવો અવગાઢ છે. વિવેચન :
સંપૂર્ણ લોકવ્યાપી એવા ત્રણ દ્રવ્યો પર પુરુષ દ્વારા બેસવા આદિ પ્રવૃત્તિની અહીં વિચારણા છે. કાલ દ્રવ્ય લોકના એક દેશમાં છે અને જીવ તથા પુગલમાં પણ પ્રત્યેક જીવ અને પ્રત્યેક પુદ્ગલ સ્વતંત્રરૂપે લોકના એક દેશમાં હોય છે. આ કારણે પ્રસ્તુતમાં ત્રણ અસ્તિકાય ઉપર પુરુષ દ્રારા બેસવા આદિ ક્રિયાઓની પૃચ્છા કરી છે. છતાંય શેષ ત્રણ દ્રવ્યો માટે આ પ્રમાણે સમજી શકાય કે- કાલ દ્રવ્ય પર કોઈ પુરુષ દ્વારા બેસવા આદિની ક્રિયા શક્ય નથી. સશરીરી જીવો ઉપર અને પુદ્ગલ દ્રવ્ય ઉપર પુરુષ દ્વારા બેસવા-સૂવા આદિની ક્રિયા થઈ શકે છે. અળતાપુ ઓછા – દીપક આદિનો પ્રકાશ પુદગલ દ્રવ્યની પર્યાય છે તેના પર કોઈ પુરુષ બેસવા આદિની ક્રિયા કરી શકે નહીં છતાંય ત્યાં સૂક્ષ્મ વનસ્પતિની અપેક્ષાએ અનંત જીવો વ્યાપ્ત હોય છે. કારણ કે લોકના પ્રત્યેક આકાશ પ્રદેશ પર અનંત જીવો અવગાઢ થઈને રહેલા હોય છે. (૧ર) લોકનો સમ અને સંક્ષિપ્ત ભાગ:૮૪ દિઇ મતે તો વહુને રદિને ન
નિકૂટ આકાર સહ વૃત્તાકારે રહેલા આકાશ પ્રતરો
સહ વૃત્તાકાર લોકદર્શન भंते ! लोए सव्वविग्गहिए पण्णत्ते?
गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए उवरिमहेट्ठिल्लेसु खुड्डगपयरेसु एत्थ णं लोए बहुसमे, एत्थ णं लोए सव्वविग्गहिए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! લોકનો બહુસમ ભાગ(અત્યંત સમ-પ્રદેશોની હાનિ-વૃદ્ધિ રહિત ભાગ) | ક્યાં છે? અને લોકનો સર્વ સંક્ષિપ્ત ભાગ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ!આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉપર અને નીચેના બે સર્વ લઘુપ્રતર છે ત્યાં લોકનો બહુસમ ભાગ છે અર્થાત્ તે બંને પ્રતર સમાન વિસ્તારવાળા છે અને ત્યાં જ લોકનો સંક્ષિપ્ત ભાગ અર્થાતુ સર્વ જઘન્ય વિસ્તારવાળો ભાગ પણ તે જ છે.
८५ कहि णं भंते ! विग्गहविग्गहिए लोए पण्णत्ते ? गोयमा ! विग्गहकंडए, एत्थ णं
લોકના વિગ્રહિ કે
મિાણે વિર કંડકે
સુરક્ષકે પ્રત