________________
શતક–૧૩: ઉદ્દેશક-૪
[ ૫૯ ]
વિવેચન :હિપ્રદેશી ઔધની સ્પર્શના - ઢિપ્રદેશી અંધ ધર્માસ્તિકાયના જઘન્ય છ અને ઉત્કૃષ્ટ બાર પ્રદેશોને
સ્પર્શે છે. જઘન્ય-૬, દ્ધિપ્રદેશી ઢંધ જઘન્ય એક આકાશ પ્રદેશ ઉપર અને ઉત્કૃષ્ટ બે આકાશ પ્રદેશ ઉપર રહી શકે છે. ક્રિપ્રદેશ સ્કંધ એક આકાશ પ્રદેશને અવગાહીને લોકાન્ત ખૂણામાં સ્થિત હોય ત્યારે તેની ત્રણ દિશામાં જ લોક હોય છે. તેમાંથી બે દિશામાં ધર્માસ્તિકાયના બે-બે પ્રદેશને સ્પર્શે છે, એક દિશામાં ૧ પ્રદેશને અને સ્વસ્થાનીય ધર્માસ્તિકાયના એક પ્રદેશને, તેમ ૪+૧+૧= છ પ્રદેશોને જઘન્યરૂપે સ્પર્શે છે. જે દ્ધિપ્રદેશી સ્કંધ એક આકાશ પ્રદેશને અવગાહીને રહેલ છે તેની બંને દિશામાં એક-એક જ આકાશપ્રદેશ અને તેના ઉપર રહેલા ધર્માસ્તિકાયાદિના એક પ્રદેશને જ ઢિપ્રદેશી સ્કંધના તે બંને પ્રદેશો સ્પર્શે છે. જેમ એક જ કલાકમાં બે વ્યક્તિ એક સાથે એક-એક કલાકનું કામ કરે તો બે કલાકનું કામ થયું કહેવાય. કલાક એક હોવા છતાં બે કલાકનું કામ કહેવાય તેમ એક જ આકાશપ્રદેશ ઉપર સ્થિત ધર્માસ્તિકાયના એક જ પ્રદેશને દ્ધિપ્રદેશી સ્કંધના બંને પ્રદેશ સ્પર્શતા હોવાથી ધર્માસ્તિકાયના બે પ્રદેશની સ્પર્શના કહેવામાં આવી છે. આ રીતે અપેક્ષા વિશેષથી અહીં બે દિશાના ૨*૨=૪ પ્રદેશની સ્પર્શના સ્વીકારીને ઢિપ્રદેશીસ્કંધની જઘન્ય સ્પર્શના ૬ પ્રદેશની કહી છે. સામાન્ય અપેક્ષાએ(સામાન્ય સિદ્ધાંતથી) જઘન્ય ૪ પ્રદેશની જ સ્પર્શના થાય છે– ત્રણ દિશાના ત્રણ+૧ સ્વઅવગાહિત પ્રદેશ. ઉત્કૃષ્ટ-૧૨ - બે આકાશ પ્રદેશને અવગાહીને રહેલા દ્ધિપ્રદેશી ઢંધ ચાર દિશામાં બે-બે(૪૪૨૦૮) પ્રદેશને સ્પર્શ કરે છે; અન્ય બે દિશાના એક-એક(૧+૧=૨) પ્રદેશને સ્પર્શ કરે છે અને સ્વ સ્થાનીય બે પ્રદેશને સ્પર્શ કરે છે; તે સર્વ મળીને ૮+૨+૨=૧૨ ધર્માસ્તિકાયના પ્રદેશોને ઉત્કૃષ્ટરૂપે ઢિપ્રદેશી સ્કંધ સ્પર્શ કરે છે. હિપ્રદેશી આદિ ઔધોની સ્પર્શના સંખ્યાની ગણના વિધિ - જેટલા પ્રદેશી અંધ હોય તેને બે થી ગુણી તેમાં બે ઉમેરવાથી જઘન્ય પદની સ્પર્શના પ્રાપ્ત થાય છે અને તે પ્રદેશોને પાંચથી ગુણી તેમાં બે ઉમેરવાથી ઉત્કૃષ્ટ પદની સ્પર્શના પ્રાપ્ત થાય છે. જેમ કે ચાર પ્રદેશી સ્કંધની જઘન્ય સ્પર્શના ૪૪૨+૨ = ૧૦ પ્રદેશની થાય છે અને ઉત્કૃષ્ટ સ્પર્શના ૪૪૫+૨ = રર પ્રદેશોની થાય છે. આ રીતે પ્રત્યેક સ્કંધની સ્પર્શના જાણી શકાય છે.
આ જ પદ્ધતિથી અધર્માસ્તિકાયના પ્રદેશોની સ્પર્શના પણ જાણવી જોઈએ. આકાશાસ્તિકાયના બાર પ્રદેશોની સ્પર્શના થાય છે. લોકાન્તમાં પણ આકાશપ્રદેશ વિદ્યમાન હોવાથી તેમાં જઘન્ય પદની સંભાવના નથી. ત્રિપ્રદેશી સ્કંધની સ્પર્શના:- ધર્માસ્તિકાયના જઘન્ય આઠ પ્રદેશોની સ્પર્શના લોકાંતે ખૂણામાં રહેલા ત્રિપ્રદેશની અપેક્ષાએ થાય છે. તેમાં તેની સ્વયંના જઘન્ય અવગાહિત એક પ્રદેશની સ્પર્શના છે; નીચેના એક પ્રદેશની અને દક્ષિણ, પશ્ચિમી કિનારાના ત્રણ-ત્રણ પ્રદેશની સ્પર્શના છે. આ રીતે ત્રિપ્રદેશીસ્કંધ ધર્માસ્તિકાયના ૧+૧+૩+૨ = ૮ પ્રદેશોને સ્પર્શે છે.
ત્રિપ્રદેશી અંધ ઉત્કૃષ્ટ સત્તર પ્રદેશોને સ્પર્શે છે. તે સ્પર્શના લોકની મધ્યમાં રહેલા ત્રિપ્રદેશી સ્કંધની અપેક્ષાએ થાય છે. જેમાં તે સ્કંધના સ્વયંના ઉત્કૃષ્ટ અવગાહિત ત્રણ પ્રદેશોની, ચારે ય દિશાના ત્રણ-ત્રણ પ્રદેશોની તથા બે દિશાના એક-એક પ્રદેશોની આ રીતે ૭+૩+૩+૨+૩+૧+૧=૧૭(સત્તર) પ્રદેશોની સ્પર્શના થાય છે. ચતwદેશી સ્કંધની સ્પર્શના :- તે અંધ ઉપરોક્ત વિધિથી જઘન્ય-દેશ અને ઉત્કૃષ્ટ બાવીસ પ્રદેશોને