________________
[ ૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪ |
४४ केवइएहिं भंते ! आगासत्थिकाक्पएसेहि, पुट्ठा? गोयमा ! तेणेव संखेज्जएणं पंचगुणेणं दुरूवाहिएणं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે સંખ્યાત પ્રદેશી અંધ આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ! તે સંખ્યાત પ્રદેશોને પાંચ ગુણા કરી, બે ઉમેરવાથી જે સંખ્યા થાય તેટલા પ્રદેશોને સ્પર્શી
છે.
४५ केवइएहिं जीवत्थिकायपएसेहिं पुट्ठा? गोयमा ! अणंतेहिं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સંખ્યાત પ્રદેશ સ્કંધ જીવાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પ્રદેશોને સ્પર્શે છે. ४६ केवइएहि भंते ! पोग्गलत्थिकायपएसेहिं, पुट्ठा? गोयमा ! अणंतेहिं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સંખ્યાત પ્રદેશ સ્કંધ પુદ્ગલાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર– હે ગૌતમ! અનંત પ્રદેશોને સ્પર્શે છે.
४७ केवइएहिं भंते ! अद्धासमएहिं, पुट्ठा? गोयमा ! सिय पुढे, सिय णो पुढे; जइ पुढे णियम अणतेहिं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે સંખ્યાત પ્રદેશી અંધ કેટલા અદ્ધા સમયોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ! કદાચિત્ર સ્પર્શે છે, કદાચિત્ સ્પર્શતા નથી. જો સ્પર્શે તો નિશ્ચિતરૂપે અનંત સમયોને સ્પર્શે છે. ४८ असंखेज्जा भंते ! पोग्गलत्थिकायपएसा केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुट्ठा?
गोयमा !जहण्णपए तेणेव असंखेज्जएणंदुगुणेणंदुरूवाहिएणं, उक्कोसपए तेणेव असंखेज्जएणं पंचगुणेणं दुरूवाहिएणं, सेसंजहा संखेज्जाणं जावणियम अणतेहिं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય તે જ અસંખ્યાત પ્રદેશને બમણા કરી, તેમાં બે ઉમેરતાં જે સંખ્યા આવે, તેટલા પ્રદેશોને સ્પર્શે છે અને ઉત્કૃષ્ટ તે જ અસંખ્યાત પ્રદેશોને પાંચ ગુણા કરીને, તેમાં બે ઉમેરતાં જે સંખ્યા આવે. તેટલા પ્રદેશને સ્પર્શે છે. શેષ સર્વ વર્ણન સંખ્યાત પ્રદેશોની સમાન જાણવું જોઈએ યાવતુ નિયમો અનંત સમયોને સ્પર્શે છે, ત્યાં સુધી કથન કરવું જોઈએ. ४९ अणंता भंते ! पोग्गलत्थिकायपएसा केवइएहिं धम्मत्थिकाय पएसेहिंपुडा? गोयमा! जहा असखेज्जा तहा अणता विणिरवसेस भाणियव्वा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશ, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે અસંખ્યાત પ્રદેશોના વિષયમાં કથન કર્યું. તે જ રીતે અનંત પ્રદેશોના વિષયમાં પણ સંપૂર્ણ વર્ણન જાણવું જોઈએ. તેમાં અનંતપ્રદેશી પુદ્ગલ પણ અસંખ્યાત આકાશ પ્રદેશોને જ સ્પર્શે છે.