________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૪,
[ ૧૭ ]
पोग्गलत्थिकायस्स पएसा जहण्णेणं सोलसहि, उक्कोसपए सत्ततीसाए । अट्ठ पोग्गलत्थिकायस्स पएसा जहण्णपए अट्ठारसहिं उक्कोसपए बायालीसाए । णव पोग्गलत्थिकायस्स पएसा जहण्णपए वीसाए, उक्कोसपए सीयालीसाए। दस पोग्गलत्थिकायस्सपएसा जहण्णपए बावीसाए, उक्कोसपए बावण्णाएआगासत्थिकायस्स सव्वत्थ उक्कोसगंभाणियव्वं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે?
ઉત્તર-હે ગૌતમ! નિયમા સત્તર પ્રદેશોને સ્પર્શે છે. શેષ ત્રણ દ્રવ્યો સાથેની સ્પર્શનાનું સર્વ વર્ણન ધર્માસ્તિકાયની સમાન જાણવું જોઈએ. આ રીતે આ ત્રણ પ્રદેશીસ્કંધની જેમ ચાર પ્રદેશ યાવતુદશ પ્રદેશીસ્કંધ સુધી કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સાથે જઘન્ય સ્પર્શનામાં બે ગુણા કરી બે ઉમેરવા અને ઉત્કૃષ્ટ સ્પર્શનામાં પાંચ ગુણા કરી બે ઉમેરવા જોઈએ. એમ કરવાથી પુદ્ગલાસ્તિકાયના ચાર પ્રદેશ, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના જઘન્ય દશ અને ઉત્કૃષ્ટ બાવીસ પ્રદેશોને સ્પર્શે છે; પગલાસ્તિકાયના પાંચ પ્રદેશ, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના જઘન્ય બાર અને ઉત્કૃષ્ટ સત્યાવીસ પ્રદેશોને સ્પર્શે છે. પુલાસ્તિકાયના છ પ્રદેશ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના જઘન્ય ચૌદ અને ઉત્કૃષ્ટ બત્રીસ પ્રદેશોને સ્પર્શે છે. પુદ્ગલાસ્તિકાયના સાત પ્રદેશ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના જઘન્ય સોળ અને ઉત્કૃષ્ટ સાડત્રીસ પ્રદેશોને સ્પર્શે છે. પુદ્ગલાસ્તિકાયના આઠ પ્રદેશ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના જઘન્ય અઢાર અને ઉત્કૃષ્ટ બેતાળીસ પ્રદેશોને સ્પર્શે છે. પુદ્ગલાસ્તિકાયના નવ પ્રદેશ ધર્માસ્તિકાયઅધર્માસ્તિકાયના જઘન્ય વીસ અને ઉત્કૃષ્ટ સુડતાલીસ પ્રદેશોને સ્પર્શે છે. પગલાસ્તિકાયના દશ પ્રદેશ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના જઘન્ય બાવીસ અને ઉત્કૃષ્ટ બાવન પ્રદેશોને સ્પર્શે છે. આકાશાસ્તિકાયને માટે દશ પ્રદેશી પુદ્ગલ સુધી સર્વ સ્થાને એક માત્ર ઉત્કૃષ્ટ પદનું કથન કરવું જોઈએ. અર્થાત્ ચાર પ્રદેશી પુદ્ગલથી દશપ્રદેશી સુધી ક્રમશઃ રર,૨૭,૩૨,૩૭,૪૨,૪૭ અને પર, આકાશ પ્રદેશોની સ્પર્શના કહેવી જોઈએ. શિષ ત્રણ દ્રવ્યો સાથેની સ્પર્શનાનું સર્વ વર્ણન ધર્માસ્તિકાય સાથેના તે દ્રવ્યોની સ્પર્શનાની સમાન સમજવું.) ४२ संखेज्जा भंते ! पोग्गलत्थिकायपएसा केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुढा?
गोयमा !जहण्णपए तेणेव संखेज्जएणं दुगुणेणंदुरूवाहिएणं, उक्कोसपए तेणेव संखेज्जएणं पंचगुणेणं दुरूवाहिएणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશો, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય સંખ્યાત પ્રદેશોને બમણા કરી, બે પ્રદેશ ઉમેરવાથી અને ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રદેશોને પાંચ ગુણા કરી, બે પ્રદેશ ઉમેરવાથી જે સંખ્યા આવે, તેટલા પ્રદેશોને સ્પર્શે છે. ४३ केवइएहिं भंते ! अधम्मत्थिकायपएसेहिं पुट्ठा? गोयमा ! एवं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સંખ્યાત પ્રદેશી અંધ અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ! ધર્માસ્તિકાયની સમાન જાણવું જોઈએ.