________________
[ પs |
શ્રી ભગવતી સૂત્ર-૪
લોકની અંદર રહેલા જીવ પ્રદેશો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના સાત પ્રદેશોને સ્પર્શે છે. પ્રત્યેક જીવ પ્રદેશો આકાશાસ્તિકાયના ૭ પ્રદેશોને નિયમો સ્પર્શે છે. દરેક જીવ પ્રદેશ જીવાસ્તિકાયના અને પગલાસ્તિકાયના અનંતા પ્રદેશોને નિયમો સ્પર્શે છે. જીવ પ્રદેશોને કાળ દ્રવ્યની સ્પર્શના ભજનાથી હોય છે. જો સ્પર્શે તો અનંત કાલ પ્રદેશોને(સમયોને) સ્પર્શે છે. તે ધર્માસ્તિકાયના પ્રદેશની કાલ સાથેની સ્પર્શનાની જેમ થાય છે. પુદગલાસ્તિકાયના પ્રદેશોની સ્પર્શના:- તેનું સંપૂર્ણ કથન જીવાસ્તિકાયની છદ્રવ્ય સાથેની સ્પર્શનાની સમાન છે. પુલાસ્તિકાયના જુદા-જુદા સ્કંધોની અને કાલ દ્રવ્યના પ્રદેશની છ દ્રવ્યો સાથે સ્પર્શનાનું નિરૂપણ આગળના સૂત્રોમાં છે. ઢિપ્રદેશી આદિ પુદ્ગલસ્કંધોની સ્પર્શના :३८ दोभंते ! पोग्गलत्थिकायपएसा केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुढा? गोयमा ! जहण्णपए छहि, उक्कोसपए बारसहिं । एवं अहम्मत्थिकायपएसेहिं वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુદગલાસ્તિકાયના બે પ્રદેશ, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય છ પ્રદેશોને અને ઉત્કૃષ્ટ બાર પ્રદેશોને સ્પર્શે છે. આ જ રીતે અધર્માસ્તિકાયના પ્રદેશોને સ્પર્શે છે. ३९ केवइएहिं भंते ! आगासत्थिकाय पएसेहिं पुट्ठा? गोयमा ! बारसहिं, सेसंजहा धम्मत्थिकायस्स। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! તે આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ ! બાર પ્રદેશોને સ્પર્શે છે. શેષ દ્રવ્યો સાથેની સ્પર્શનાનું વર્ણન ધર્માસ્તિકાયની સ્પર્શનાની સમાન જાણવું જોઈએ. ४० तिण्णि भंते! पोग्गलत्थिकायपएसा केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुढा? गोयमा! जहण्णपए अट्ठहिं, उक्कोसपए सत्तरसहिं । एवं अहम्मत्थिकायपएसेहिं वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય આઠ અને ઉત્કૃષ્ટ સત્તર પ્રદેશોને સ્પર્શે છે. આ જ રીતે અધર્માસ્તિકાયના પ્રદેશોને સ્પર્શે છે. ४१ केवइएहि भंते ! आगासत्थिकायपएसेहिं पुट्ठा?
गोयमा ! सत्तरसहिं । सेसंजहा धम्मत्थिकायस्स । एवं एएणंगमेणं भाणियव्वं जावदस, णवरं जहण्णपए दुगुणेणं दुरूवाहिएणं, उक्कोसपए पंचगुणेणं दुरूवाहिएणं । एवं चत्तारि पोग्गलत्थिकायस्स पएसा जहण्णपए दसहि, उक्कोसपए बावीसाए । पंच पोग्गलत्थि कायस्स पएसा जहण्णपए बारसहिं, उक्कोसपए सत्तावीसाए । छ पोग्गलत्थिकायस्स पएसा जहण्णपए चोद्दसहिं, उक्कोसपए बत्तीसाए । सत्त