________________
| ૫૪ |
શ્રી ભગવતી સૂત્ર-૪
(૧) આકાશાસ્તિકાયની ધમસ્તિકાય સાથે સ્પર્શના - આકાશાસ્તિકાયનો એક પ્રદેશ ધર્માસ્તિકાયના પ્રદેશને કદાચિત્ સ્પર્શે, કદાચિતુ ન સ્પર્શે. જે સ્પર્શે છે તે જઘન્ય એક અને ઉત્કૃષ્ટ સાત પ્રદેશોને સ્પર્શે છે.
આકાશાસ્તિકાય દ્રવ્ય લોક અને અલોક બંનેમાં વ્યાપ્ત છે. ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યો લોકમાં જ સ્થિત છે તેથી અલોકની અંદરના આકાશ પ્રદેશો ધર્માસ્તિકાયના પ્રદેશોને સ્પશતા નથી તે અપેક્ષાએ કદાચિત્ર સ્પર્શતા નથી, આ વિકલ્પ થાય છે. લોકાત્ત સમીપે અલોકાન્તમાં રહેલા આકાશ દ્રવ્યો લોકને સ્પર્શે છે અને લોકગત ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને પણ સ્પર્શે છે. અલોકાકાશના જે પ્રદેશો અલોકાન્તના સીધાભાગ ઉપર સ્થિત છે તેની એક દિશામાં લોક છે તેથી તે આકાશ પ્રદેશ એક દિશાગત ધર્માસ્તિકાયના એક પ્રદેશને સ્પર્શે છે. અલોકાકાશના જે પ્રદેશો અલોકાન ના વકભાગ ઉપર સ્થિત છે, તેની બે દિશામાં લોકછે તેથી તે આકાશ પ્રદેશ બે દિશાગત ધર્માસ્તિકાયના એક-એક, તેમ બે પ્રદેશોને સ્પર્શે છે. અલોકાકાશના જે પ્રદેશો અલોકાત્તના કોણવર્તી ભાગ(ખૂણા)માં સ્થિત છે તેની ત્રણ દિશામાં લોક છે, તેથી તે ત્રણ દિશાગત ધર્માસ્તિકાયના એક-એક, તેમ ત્રણ પ્રદેશોને સ્પર્શે છે.
લોકાકાશના જે આકાશ પ્રદેશો લોકાન્ત કોણવર્તી ભાગ(ખૂણા)માં સ્થિત છે તેની ત્રણ દિશામાં અલોક છે અને ત્રણ દિશામાં લોક છે. લોકગત ત્રણ દિશાના ધર્માસ્તિકાયના એક-એક એમ ત્રણ અને તે આકાશ પ્રદેશ ઉપર રહેલો ધર્માસ્તિકાયનો એક પ્રદેશ, તેમ કુલ ચાર પ્રદેશોને સ્પર્શે છે. લોકાકાશના જે પ્રદેશો લોકાને વકભાગ ઉપર સ્થિત છે અને જેની બે દિશામાં અલોક અને ચાર દિશામાં લોક છે. તે આકાશપ્રદેશ ચાર દિશાગત ધર્માસ્તિકાયના એક-એક એમ ચાર અને સ્વ આશ્રિત એક, તેમ કુલ ધર્માસ્તિકાયના પાંચ પ્રદેશોને સ્પર્શે છે. લોકાકાશના જે પ્રદેશો લોકાને સીધા ભાગ ઉપર સ્થિત છે અને જેની એક દિશામાં અલોક અને પાંચ દિશામાં લોક છે; તે પાંચ દિશાગત ધર્માસ્તિકાયના એક-એક તેમ પાંચ અને સ્વ આશ્રિત એક, તેમ કુલ છ પ્રદેશને સ્પર્શે છે. લોકાંત સિવાય લોકની અંદર કોઈપણ સ્થાને રહેલા લોકાકાશના પ્રદેશો, છ દિશાના છે અને સ્વ આશ્રિત એક તેમ ધર્માસ્તિકાયના કુલ સાત પ્રદેશોને સ્પર્શે છે. ૨. આકાશાસ્તિકાયની અધર્માસ્તિકાય સાથે સ્પર્શના - સંપૂર્ણ કથન ધર્માસ્તિકાયની સ્પર્શનાની જેમ જાણવું આકાશાસ્તિકાયના પ્રદેશોની સ્પર્શના :સ્વરૂપ
આકાશ પ્રદેશોની સ્થિતિ | ધર્મા, અધર્મા પ્રદેશોની સ્પર્શના કદાચિત્ ન સ્પર્શ
અલોકની અંદરના ભાગમાં જઘન્ય અલોકાન્ત ના સીધા ભાગ પર સ્થિત
૧ પ્રદેશ મધ્યમ અલોકાન્તના વક્રભાગ પર સ્થિત
૨ પ્રદેશો અલોકાન્તના ખૂણામાં સ્થિત
૩ પ્રદેશો લોકાન્તના ખૂણામાં સ્થિત
૪ પ્રદેશો લોકાત્તના વક્રભાગ ઉપર સ્થિત
૫ પ્રદેશો લોકાત્તના સીધા ભાગ ઉપર સ્થિત
પ્રદેશો ઉત્કૃષ્ટ લોકની અંદર
૭ પ્રદેશો